Corona Vaccine નહીં ખરીદે પાકિસ્તાન, આ બે વસ્તુની મદદથી લડશે કોરોના સામે જંગ 

પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) ને કોરોનાનો માર ઝેલી રહેલા પાકિસ્તાની નાગરિકોની જાણે કોઈ ચિંતા નથી એવું લાગે છે. ઈમરાને જનતાને ભગવાન ભરોસે છોડીને કોરોના રસી (Corona Vaccine) ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે તેઓ હાલ રસી ખરીદશે નહી. તેની જગ્યાએ કોરોનાને પહોંચી વળવા માટે હર્ડ ઈમ્યુનિટી અને સાથી દેશો તરફથી મફતમાં મળી રહેલી રસી પર જ નિર્ભર રહેશે. 
Corona Vaccine નહીં ખરીદે પાકિસ્તાન, આ બે વસ્તુની મદદથી લડશે કોરોના સામે જંગ 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) ને કોરોનાનો માર ઝેલી રહેલા પાકિસ્તાની નાગરિકોની જાણે કોઈ ચિંતા નથી એવું લાગે છે. ઈમરાને જનતાને ભગવાન ભરોસે છોડીને કોરોના રસી (Corona Vaccine) ન ખરીદવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે તેઓ હાલ રસી ખરીદશે નહી. તેની જગ્યાએ કોરોનાને પહોંચી વળવા માટે હર્ડ ઈમ્યુનિટી અને સાથી દેશો તરફથી મફતમાં મળી રહેલી રસી પર જ નિર્ભર રહેશે. 

આ રીતે લડશે કોરોના સામે જંગ
નેશનલ હેલ્થ સર્વિસિઝના સેક્રેટરી આમિર અશરફ ખ્વાજાએ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીની બ્રિફિંગ દરમિયાન કહ્યું કે હાલ કોરોના રસી ખરીદવાની કોઈ યોજના નથી. અમે હર્ડ ઈમ્યુનિટી અને મિત્ર દેશો પાસેથી ગિફ્ટમાં મળતી રસીથી જ કોરોનાનો મુકાબલો કરીશું. અત્રે જણાવવાનું કે હર્ડ ઈમ્યુનિટી ત્યારે આવે જ્યારે મોટી સંખ્યામાં લોકો, સંક્રમિત બીમારીથી પ્રભાવિત થયા બાદ તેનાથી ઈમ્યુન બની જાય છે. 

એક ડોઝની કિંમત 13 ડોલર
અમારી સહયોગી વેબસાઈટ WION માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એક્ઝિક્યૂટિવ ડાઈરેક્ટર મેજર જનરલ આમિર ઈકરામ (Maj Gen Aamir Aamer Ikram) એ જણાવ્યું કે ચીન નિર્મિત કોરોના રસીના એક ડોઝની કિંમત 13 ડોલર છે. આથી હાલ રસી ખરીદવાનો નિર્ણય લેવાયો નથી. પાકિસ્તાન રસી માટે આંતરરાષ્ટ્રીય ડોનર્સ અને ચીન જેવા સાથી દેશો પર નિર્ભર છે. 

ચીનથી મળી રસી
આ બાજુ નેશનલ હેલ્થ સર્વિસિઝના સેક્રેટરીએ જણાવ્યું કે ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે પાકિસ્તાનને કોરોના રસીના 10 લાખ ડોઝ આપવાનું વચન આપ્યું છે. તેમાંથી 5 લાખ પાકિસ્તાનને મળી ગયા અને બાકીના પણ જલદી મળશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં મળેલી રસીમાં પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ સ્વાસ્થ્યકર્મીઓને આપ્યા છે. પાકિસ્તાનનો લક્ષ્યાંક આ વર્ષના અંત સુધીમાં 7 કરોડ લોકોને રસી આપવાનો છે. 

પાકિસ્તાનને ભારતથી પણ છે આશા
પાકિસ્તાનને ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઈમ્યુનાઈઝેશન દ્વારા ભારત નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીને એક કરોડ 60 લાખ ડોઝ વિનામૂલ્યે મળી શકે છે. જેનાથી પાકિસ્તાનની 20 ટકા વસ્તીનું રસીકરણ થશે. નોંધનીય છે કે વર્ષ 2000માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ગાવીનો ઉદ્દેશ્ય દુનિયાના ગરીબ દેશોને રસીથી રોકી શકાય તેવી બીમારીઓની રસી ઉપલબ્ધ કરાવવાનો છે. હવે પાકિસ્તાનને આશા છે કે આ દ્વારા તે કોરોનાનો મફતમાં મુકાબલો કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news