ચૂંટણી ટાણે મુશ્કેલીમાં મૂકાયા ચિરાગ પાસવાન!, લાગ્યો મોટો આરોપ, જાણો શું છે મામલો
લોક જનશક્તિ પાર્ટીના સુપ્રીમો ચિરાગ પાસવાન નવી મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એલજેપીના સંસ્થાપક અને દિવંગત અભિનેતા રામવિલાસ પાસવાનના જમાઈ સાધુ પાસવાને ચિરાગ પાસવાન વિરુદ્ધ હવે મોરચો માંડ્યો અને પોલ ખોલી છે.
પટણા: લોક જનશક્તિ પાર્ટીના સુપ્રીમો ચિરાગ પાસવાન (Chirag Paswan) નવી મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એલજેપી ના સંસ્થાપક અને દિવંગત અભિનેતા રામવિલાસ પાસવાનના જમાઈ સાધુ પાસવાને ચિરાગ પાસવાન વિરુદ્ધ હવે મોરચો માંડ્યો અને પોલ ખોલી છે. આ સાથે જ સાધુ પાસવાને ચિરાગના રામ વિલાસ પાસવાનના વારસદાર હોવા ઉપર પણ સવાલ ઊભો કર્યો છે.
સાધુ પાસવાનના આ આરોપ બાદ હવે રાજકીય ગલિયારામાં હડકંપ મચ્યો છે. સાધુ પાસવાને દિવંગત અભિનેતા રામવિલાસ પાસવાનની તલાકની અરજી ફેક ગણાવતા કહ્યું કે ચિરાગ પૂર્વ કેન્દ્રીય મંત્રીનો વારસદાર નથી. હકીકતમાં સાધુ પાસવાને મોટો આરોપ લગાવતા કહ્યું કે, 'રામવિલાસ પાસવાનની અસલ વારસદાર માતી પત્ની આશા પાસવાન અને મારી સાસુ રાજકુમારી દેવી છે. ચિરાગ પાસવાન નકલી વારસદાર છે. રામવિલાસ પાસવાનના છૂટાછેડા થયા નહતા. રાજકુમારી દેવી જ તેમના પત્ની છે. હું રામવિલાસ પાસવાનના તલાક મામલે તપાસની માગણી કરું છું. સત્ય શું છે તે બધા સામે આવી જશે.'
બિહાર: ચૂંટણી પહેલા ચિરાગે રમી એવી ચાલ, JDU અને RJDમાં મચ્યો હડકંપ, નુકસાનની આશંકા
તેમણે કહ્યું કે રામવિલાસ પાસવાન હજુ 10 વર્ષ જીવિત હોત. પરંતુ અચાનક જતા રહ્યા. તેમના મૃત્યુ પાછળ કઈક ને કઈક ષડયંત્ર જરૂર છે. અમને તેમને મળવા પણ ન દીધા. અંતિમ સમયે તેમનો ચહેરો પણ ન જોઈ શક્યા. સાધુ પાસવાને વધુમાં કહ્યું કે, 'ચિરાગ કહે છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીના હનુમાન છે. છાતી ચીરશે તો નરેન્દ્ર મોદી દેખાશે. ચિરાગ પાસવાનના હ્રદયમાં પિતા રામવિલાસની તસવીરની જગ્યાએ નરેન્દ્ર મોદીની તસવીર છે. આનાથી મોટી મજાક કઈ હોઈ શકે. એક પુત્રના હ્રદયમાં પિતાની જગ્યાએ બીજા કોઈને તસવીર કઈ રીતે હોઈ શકે. મારા હ્રદયમાં રામવિલાસ પાસવાનની પણ તસવીર છે અને બાબા સાહેબની પણ તસવીર.'
સાધુ પાસવાને ચિરાગ પર મોટો પ્રહાર કરતા કહ્યું કે અનુસૂચિતોનું રાજકારણ કરનારા ચિરાગ અનુસૂચિતોની અનામત ખતમ કરવાની વાત કરે છે. ચિરાગ બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટની વાતો કરે છે. પરંતુ ચિરાગ બિહારમાં રહે છે જે ક્યા. ચિરાગ સાઈબેરિયન પક્ષી છે. ચૂંટણી વખતે બિહાર આવે છે. હું પાસવાન સમાજને અપીલ કરું છું કે ચિરાગના કહ્યામાં ન આવો. ચિરાગ તમારો ન થઈ શકે. તે દિલ્હી નિવાસી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube