નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે.  હવે આ બિલ કાયદો બની ગયું છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) આ બિલને પોતાની મંજૂરી આપી છે જેના કારણે આ બિલ હવે કાયદો બની ગયું છે. આ બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે સાઇન કરી દેતા એ હવે નાગરિકતા કાયદો, 1955નું નવું સંશોધન બની ગયું છે. નાગરિકતા સંશોધન બિલને સંસદમાં મંજૂરી મળવાને કારણે દેશના અનેક હિસ્સાઓમાં અવૈદ્ય રીતે રહેતા નાગરિકોને કોઈ પ્રમાણપત્ર ન હોવા છતાં નાગરિકતા મેળવવાનું સરળ થઈ જશે. ભારતના નાગરિક થવાની પાત્રતાની સમયસીમા 31 ડિસેમ્બર, 2014 હશે. આનો મતલબ થાય છે કે આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનારા નાગરિક ભારતીય નાગરિકતા મેળવવા માટેની અરજી કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં મોદી-શાહની જોડીના 5 ઐતિહાસિક નિર્ણય, જેણે દેશનો 'ઈતિહાસ' અને 'ભૂગોળ' બદલી નાખ્યા


આ બિલના વિરોધમાં ઉત્તર-પૂર્વના(North-East) રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન ગુવાહાટીમાં(Guwahati) નાગરિક્તા બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકર્તાઓ(Protesters) પર પોલીસે કરેલા ગોળીબારમાં(Police Firing) ઓછામાં ઓછા 3નાં મોત થયા છે. ગુરુવારે શહેરમાં લગાવાયેલા કરફ્યુનો વિરોધ કરવા માટે હજારો લોકો સડકો પર આવી ગયા હતા. આસામના(Assam) ગુવાહાટી, દિબ્રુગઢ, બારપેટા, નલબારી, જોરહાટ, ગોલહાટ, સોનિતપુર, તેઝપુર અને બિશ્વનાથ જિલ્લાઓમાં અચોક્કસ મુદ્દત માટે કરફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. 


ઘરમાં વડીલો, વૃદ્ધોનું અપમાન કરો છો? તો જેલમાં જવા થઈ જાઓ તૈયાર 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક છીનવાશે નહીં. હું તમને આશ્વાસન આપું છું કે, કોઈ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિ છીનવી નહીં શકે. કેન્દ્ર સરકાર બંધારણની સુરક્ષા, ભાષા, સંસ્કૃતિ અને આસામની સંસ્કૃતિ અંગે પ્રતિબદ્ધ છે.


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube