નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) લોકસભા (Lok Sabha) માં તો પાસ થઈ ગયું અને ત્યાં શિવસેનાએ સમર્થન પણ કર્યું પરંતુ હવે રાજ્યસભા (Rajya Sabha) માં તેણે આંખો દેખાડવા માંડી છે. રાજ્યસભામાં હાલ આ બિલ પર ચર્ચા ચાલુ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આ બિલ પર ચર્ચા દરમિયાન ખુબ જ આક્રમક ટિપ્પણી કરી. તેમણે હિન્દુત્વ મુદ્દે કહ્યું કે ભાજપ નેતા જે શાળાના વિદ્યાર્થી છે, શિવસેના (Shivsena)  નેતા તે શાળાના હેડ માસ્ટર છે. તેમણે કહ્યું કે બિલનો વિરોધ કરનારાઓને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે. તે ખોટું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAB: આસામમાં ભારે વિરોધ પ્રદર્શન, સેના બોલાવવી પડી, CM સોનોવાલ ગુવાહાટી એરપોર્ટ પર ફસાયા


સંજય રાઉતે કહ્યું કે આજે દેશના અનેક ભાગમાં હું જોઈ રહ્યો છું કે બિલનો વિરોધ થઈ રહ્યો છે. હિંસા થઈ રહી છે. આસામ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર. ઠીક છે એક સેક્શન સમર્થનમાં છે, એક સેક્શન વિરોધમાં છે. તેઓ પણ દેશના નાગરિક છે, દેશદ્રોહી નથી. 


Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ


શિવસેનાનો સવાલ- ઘૂસણખોરોનું શું કરશો?
શિવસેનાના સાંસદની આ ટિપ્પણી પર સદનમાં હાસ્ય રેલાયું. ત્યારબાદ સંજય રાઉતે કહ્યું કે હું માનું છું કે આ બિલ ધાર્મિક આધાર પર નથી, માનવતાના આધાર પર છે. તે જ આધાર પર ચર્ચા થવી જોઈએ. અમને એ પણ ખબર છે કે શરણાર્થીઓ અને ઘૂસણખોરોમાં ભેદ છે. 


Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'


તેમણે પૂછ્યું કે જે શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે તે તો ભારતમાં જ રહેશે. પરંતુ ઘૂસણખોરોને ક્યાં મોકલવામાં આવશે? સવાલ એ છે કે આપણે ઘૂસણખોરોનું શું કરીશું? આપણે શરણાર્થીઓને નાગરિકતા આપીશુ તો ઘૂસણખોરોનું શું કરીશું?


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube