જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકામાં નિધન
જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું નિધન થયું છે. તેમનું અમેરિકામાં નિધન થયું છે.
નવી દિલ્હી: જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું નિધન થયું છે. તેમનું અમેરિકામાં નિધન થયું છે. તેમનો જન્મ 28 ફેબ્રુઆરી 1930ના રોજ થયો હતો.
જસરાજ ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોમાંથી એક હતા. પંડિત જસરાજનો સંબંધ મેવાતી ખાનદાન સાથે રહ્યો છે. પંડિત જસરાજ જ્યારે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પંડિત મોતીરામનું નિધન થયું હતું અને તેમનું પાલન પોષલ મોટાભાઇ પંડિત મણિરામે કર્યું હતું. હરિયાણાના હિસાર સાથે નાતો ધરાવનાર પંડિત જસરાજે જાણિતા ફિલ્મ નિર્દેશક વી શાંતારામની પુત્રી મધુરા શાંતારામ સાથે લગ્ન કર્યા હતા. મધુરા સાથે તેમની મુલાકાત 1960માં થઇ હતી.
બોલીવુડને વધુ એક આંચકો 'દ્રશ્યમ'ના નિર્દેશક નિશિકાંત કામતનું નિધન
પંડિત જસરારે સંગીતની દુનિયામાં 80 વર્ષથી વધુ સમય વિતાવ્યો અને ઘણા મોટા એવોર્ડ પ્રાપ્ત કર્યા. શાસ્ત્રી અને અર્ધ-શાસ્ત્રીય સ્વરોના તેમના પ્રદર્શનોને આલ્બમ અને ફિલ્મ સાઉન્ડટ્રેકના રૂપમાં પણ બનાવવામાં આવ્યા છે. જસરાજે ભારત, કેનેડા અને અમેરિકામાં સંગીત શિખવાડ્યું છે. તેમના કેટલા શિષ્ય જાણિતા સંગીતકાર પણ બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube