બોલીવુડને વધુ એક આંચકો 'દ્રશ્યમ'ના નિર્દેશક નિશિકાંત કામતનું નિધન

'દ્વશ્યમ', 'મુંબઇ મેરી જાન' ના નિર્દેશક નિશિકાંત કામત (50)નું નિધન થઇ ગયું છે. એક્ટર અજય દેવગણ અને રિતેશ દેશમુખે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે.

બોલીવુડને વધુ એક આંચકો 'દ્રશ્યમ'ના નિર્દેશક નિશિકાંત કામતનું નિધન

મુંબઇ: 'દ્વશ્યમ', 'મુંબઇ મેરી જાન' ના નિર્દેશક નિશિકાંત કામત (50)નું નિધન થઇ ગયું છે. એક્ટર અજય દેવગણ અને રિતેશ દેશમુખે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તે 31 જુલાથી હૈદ્વરાબાદના એક હોસ્પિટલમાં ભરતી હતા. તે લિવર સિરોસિસ નામની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. સુપરહિટ ફિલ્મ દ્રશ્યમમાં કામ કરનાર અજય દેવગણે તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે મારો તેમની સાથે ફક્ત દ્રશ્યમ સુધી સંબંધ સીમિત ન હતો. આ સંબંધ તેનાથી વધારે હતો. તે હંમેશા હસનાર એકદમ પ્રભાવશાળી કલાકાર હતા. તે ખૂબ જલદી જતા રહ્યા. 

— Ajay Devgn (@ajaydevgn) August 17, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news