કાશ્મીરમાંથી જપ્ત થઇ પાકિસ્તાનના સિક્કાવાળી ક્લેમોર માઇન, ષડયંત્રનો પર્દાફાશ
કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ પાસે પહેલીવાર ક્લોમોર માઇન (CLAYMORE MINE) મળવાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ માઇન અમરનાથ યાત્રાનાં માર્ગ પર શેષનાગ નજીકનાં રસ્તા પાસે મળી. આ માઇન પર પાકિસ્તાન ઓર્ડિનેંસ ફેક્ટ્રીનો સિક્કો લાગેલો છે. સુત્રોએ માહિતી આપી કે હથિયારની સ્થિતી જોતા લાગે છે કે તેને થોડા સમય પહેલા અહીં છુપાવાઇ હતી.
નવી દિલ્હી : કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ પાસે પહેલીવાર ક્લોમોર માઇન (CLAYMORE MINE) મળવાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ માઇન અમરનાથ યાત્રાનાં માર્ગ પર શેષનાગ નજીકનાં રસ્તા પાસે મળી. આ માઇન પર પાકિસ્તાન ઓર્ડિનેંસ ફેક્ટ્રીનો સિક્કો લાગેલો છે. સુત્રોએ માહિતી આપી કે હથિયારની સ્થિતી જોતા લાગે છે કે તેને થોડા સમય પહેલા અહીં છુપાવાઇ હતી.
J&K ભાજપ પ્રભારીએ કહ્યું અમે બનાવીશું સરકાર, 370 અંગે કેન્દ્ર નિર્ણય કરશે
ક્લોરોમોર માઇનનો ઉપયોગ નક્સલવાદીઓએ તો કર્યો છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદીઓ પાસે આ પહેલી વાર માઇન મળી છે. એવી માઇનનો ઉપયોગ સેનાઓ કરે છે. 2014માં નિયંત્રણ રેખા પર સૌજિયા નજીક પાકિસ્તાની સેનાએ આવી જ એક માઇન લગાવી હતી, જેમાં બે લોકો ઠાર મરાયા હતા.
જલિયાવાલા બાગ ટ્રસ્ટ પણ કોંગ્રેસ મુક્ત, લોકસભામાં ખરડો પસાર
ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી
આ અઠવાડીયે અમરનાથ યાત્રાને માર્ગની સુરક્ષામાં રહેલા સૈનિકોએ આસપાસનાં પહાડો શોધ્યા તો તેમને આતંકવાદીઓ દ્વારા છુપાવીને રખાયેલા અનેક હથિયારો મળ્યા. તેમાં એક સ્નાઇપર રાઇફલ, એક આઇઇડી હતી, પરંતુ જે જપ્તીએ સૌને ચોંકાવ્યા હતા તે હતી પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લોમોર માઇન, જે સ્થળ પર આ હથિયાર છુપાવીને રખાયું હતું તેની નજીકથી જ અમરનાથ યાત્રા માર્ગ નિકળે છે. સ્પષ્ટ છે કે આ ખુબ જ ખતરનાક હથિયાર અમરનાથ યાત્રીઓની મોટા પ્રમાણમાં હત્યાઓ કરાવવા માટે છુપાવાયું હતું.
કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ
ક્લોમોર માઇન આ માટે વધારે ખતરનાક હોય છે, કારણ કે તેમાં વિસ્ફોટ બાદ છરા અથવા સ્પિંલટરને એક દિશામાં વાળી શકાય છે, એટલે કે કોઇ બંધુકની સાથે છર્રા પોતાનાં નિશાન તર ફેંકે છે. તેનાથી જમીન ઉપરાંત કોઇ જાડ પર પણ લટકાવી શકાય છે, જે માર્ગ પર વિસ્ફોટકોની શોધ કરનારા સુરક્ષાદળોની નજરથી બચી શકાય. આ રિમોટથી વિસ્પોટ કરાવી શકાય છે. એટલે કે કોઇ ટ્રિપ વાયરનો ઉપયોગ કરીને બુબી ટ્રેપની જેમ પણ ઉપયોગ કરી શકાય છે.
કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના
સેના કરે છે દુશ્મનો માટે ઉપયોગ
ઓક્ટોબર 2003માં આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પર થયેલા ક્લોમોર માઇનનાં હુમલામાં તેમને ઘાયલ કરી દીધા હતા. ક્લમોર માઇનનો ઉપયોગ ઘણી વખત સેનાઓ એવા રસ્તાઓ પર કરે છે જ્યાં દુશ્મન આવવાની આશંકા હોય. આ માઇનનાં વિસ્ફોટથી છરાઓ 100 મીટરથી 200 મીટર સુધી જાય છે અને તે પણ 60 ડિગ્રીનાં એંગલમાં. એટલે કે માઇનનાં વિસ્ફોટ બાદ સામેના 100થી 200 મીટર એરિયામાં આવનાર કોઇ વ્યક્તિના બચવાની શક્યતા નથી.