કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ

જમ્મુ - કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળો પર ફરજંદ રાજ્ય પોલીસનાં ડીજી દિલબાગ સિંહે કહ્યું કે, ઇનપુટ મળી રહ્યા છે કે ખીણમાં આતંકવાદીઓ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે, એટલા માટે અમે ગ્રાઉન્ડ પર ગ્રિટને મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે. 

કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ

શ્રીનગર : જમ્મુ - કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળોને ફરજ પર મુકાયા છે. રાજ્ય પોલીસનાં ડીજી દિલબાગ સિંહે કહ્યું કે, ઇનપુટ મળી રહ્યા છે કે ખીણમાં આતંકવાદીઓ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે, એટલા માટે અમે ગ્રાઉન્ડ પર ગ્રિટને મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓએ ખીણનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓની પાસે એમ-24 રાઇફલ પણ જપ્ત કરવામાં આવી છે. જેના પગલે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર પણ મોટો હુમલો થવાની શક્યતાને પગલે તમામ યાત્રીઓને પર બોલાવી લીધા છે. જમ્મુ કાશ્મીર પોલીસ ડીજી દિલબાગ સિંહે આ અંગે આદેશ આપતા તમામ યાત્રીઓને પરત બોલાવી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે. સ્નાઇપર રાઇફલ મળી આવ્યા બાદ તકેદારીના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.

કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 5 આતંકીઓ સંતાયા હોવાની સૂચના છે. ગુપ્તચર ખાતા દ્વારા મળેલી સૂચના પ્રમાણે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માંથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓના એક જુથે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘુસણખોરી ગયા અઠવાડિયે કરવામાં આવી છે. આ આતંકી કાશ્મીરની ખીણમાં કોઈ મોટો આતંકી હુમલો કરી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ આતંકીઓ સુરક્ષાદળો પર હુમલો કરી શકે છે. ગુપ્તચર ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી પછી કાશ્મીરમાં સેના અને વાયુસેના એલર્ટ પર છે.

WhatsApp ચેટિંગ કરવું પત્નીને પડ્યુ ભારે, પતિએ કર્યુ કંઇક આવું...
જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઘાટીમાં સુરક્ષા દળોની 280થી વધુ કંપનીઓ (28000 જવાનો) તહેનાત કરવામાં આવી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોએ  કહ્યું કે સુરક્ષા દળોને શ્રીનગર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારોમાં તથા ઘાટીની અન્ય જગ્યાઓ પર તહેનાત કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટાભાગના સીઆરપીએફના જવાનો છે. આ બાજુ એએનઆઈના જણાવ્યાં મુજબ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સરકારે એરફોર્સ અને આર્મીને પણ હાઈ ઓપરેશનલ એલર્ટ પર મૂક્યા છે.

કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ

Big Breaking: રામ મંદિર મુદ્દે મધ્યસ્થતાની કોશિશ નિષ્ફળ, હવે 6 ઓગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી
જોકે આ જવાનોની ફાળવણી વિશે ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે. મંત્રાલયે વિશેષમાં જણાવ્યું છે કે કોઈ ચોક્કસ સ્થાને અર્ધસૈનિક દળોની તહેનાતી અને તેમની ગતિવિધી વિશે સાર્વજનિક રીતે ચર્ચા કરવાનું યોગ્ય નથી. માટે આ અંગે વિશેષ ટીપ્પણી કરી શકાય નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news