જલિયાવાલા બાગ ટ્રસ્ટ પણ કોંગ્રેસ મુક્ત, લોકસભામાં ખરડો પસાર

જલિયાવાલા બાગ સ્મારક સંશોધન ખરડો લોકસભામાં પાસ, નવા કાયદા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સ્મારક સમિતીના ટ્રસ્ટી નહી બની શકે

જલિયાવાલા બાગ ટ્રસ્ટ પણ કોંગ્રેસ મુક્ત, લોકસભામાં ખરડો પસાર

નવી દિલ્હી : જલિયાવાલા બાગ સ્મારક સંશોધન વિધેયક લોકસભામાં પાસ થયેલા નવા કાયદામાં કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સ્મારક સમિતીનાં સભ્ય નહી હોય. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગત્ત સોમવારે લોકસભામાં આ આશયનું બિલ રજુ કર્યું હતું, જે શુક્રવારે પસાર થઇ ગયું. હવે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક સમિતીનાં સભ્ય નહી બની શકે. આ બિલનું નામ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક સંશોધન બિલ છે. જો કે કોંગ્રેસ સાંસદોએ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે, જલિયાંવાલા બાગ કાંડ બાદ સ્મારક બનાવવા માટે જમીન કોંગ્રેસ પાર્ટીએ આપી હતી અને સ્મારક બનાવવાનો નિર્ણય પણ કર્યો હતો. 

કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ
હવે કોંગ્રેસ અધ્યક્ષ ટ્રસ્ટનાં સભ્ય નહી બની શકે.
જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક કાયદો 1951માં સંશોધન કરી દેવાયું છે. 1951માં કાયદો બન્યા બાદ જ્યારે પહેલીવાર ટ્રસ્ટની રચના કરવામાં આવી તો તેમાં જવાહરલાલ નેહરૂ, સૈફુદ્દીન કિચલુ અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા કોંગ્રેસનાં દિગ્ગજોને આજીવન ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. આ કાયદામાં જલિયાવાલા બાગને રાષ્ટ્રીય સ્મારક બનાવવા અને તેની સારસંભાળ માટે એક ટ્રસ્ટી બનાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ એક સભ્ય તરીકે રહેતા હતા. હવે કેન્દ્ર સરકારે તેમાં પરિવર્તન કરી દીધું છે. સંશોધન બિલમાં કોંગ્રેસ અધ્યક્ષને સમિતિનાં સભ્યો તરીકે ચૂંટવાનું પ્રાવધાન હટાવી દેવાયું છે. 
ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી

કાશ્મીરમાં આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાન અને ISI: ભારતીય સેના
લોકસભામાં સૌથી મોટા વિપક્ષી દળનાં નેતા હશે સભ્ય
નવા બિલમાં હવે સમિતીનાં સભ્ય તરીકે લોકસભામાં વિપક્ષનાં નેતાને નિયુક્ત કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે હાલનાં સમયે લોકસભામાં કોઇને પણ વિપક્ષનાં નેતાનો દરજ્જો પ્રાપ્ત નથી, જેથી તેઓ આ સમિતી બની શકશે નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news