Delhi: કોરોનાથી સ્થિતિ બેકાબૂ, CM Arvind Kejriwal એ લોકડાઉન પર આપ્યું મોટું નિવેદન
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે હાલાત બેકાબૂ બન્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાથી સર્જાયેલા હાલાતને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યા, કોરોના રસીકરણ અને લોકડાઉન પર વાત કરી.
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાથી હાલાત બેકાબૂ જોવા મળી રહ્યા છે. રવિવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સીએમ કેજરીવાલે કહ્યું કે ચોથી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હાલાત ચિંતાજનક છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાથી સર્જાયેલા હાલાતને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યા, કોરોના રસીકરણ અને લોકડાઉન ઉપર પણ વાત કરી.
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 10732 નવા કેસ સામે આવ્યા છે. 'હાલાત ખુબ ચિંતાજનક છે. કોશિશ કરો કે વધુમાં વધુ ઘર પર જ રહો. અમે લોકડાઉન લગાવવા નથી માંગતા પરંતુ કાલે કેટલાક પ્રતિબંધો લગાવવા પડ્યા છે. જો હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા તો લોકડાઉન લગાવવું પડી શકે છે.'
કેજરીવાલે કહ્યું કે વર્તમાનમાં કોરોનાની પીક ગત વર્ષ નવેમ્બર કરતા પણ ખતરનાક છે. તેમણે વધુમાં કહ્યું કે એટલા ઝડપથી દર્દીઓની સંખ્યા વધી રહી છે, અમે કોશિશ કરી રહ્યા છીએ કે દિલ્હીના લોકોને વધુ સારી સારવાર મળે. તે માટે વ્યવસ્થા કરીએ છીએ.
Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો
CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube