Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો

રસીના બંને ડોઝ લીધા બાદ પણ જો કોઈને કોરોના થઈ જાય તો તમને એમ થશે કે રસી શું કામ લેવાની? જવાબ છે હા...રસી તો લેવાની. રસીથી તમને શું ફાયદો થશે તે જાણવા વાંચો અહેવાલ. 

Updated By: Apr 9, 2021, 02:08 PM IST
Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો
ફાઈલ ફોટો રોયટર્સ

નવી દિલ્હી: કોરોના (Corona) મહામારીની બીજી લહેર દેશમાં તબાહી લઈને આવી છે. દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ ગુરુવારે દેશમાં કોરોનાના 1.31 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ આંકડો કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોનાનો વધતો પ્રકોપ જોતા પીએમ મોદીએ પણ કાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી અને દેશને કોરોના સામે લડવાનો મંત્ર પણ આપ્યો. આ મૂળ મંત્ર છે- T 3નો. એટલે કે Test, Track અને Treat.  આ બધા વચ્ચે એક સવાલ એ પણ સતત ઉઠ્યા કરે છે કે રસી લીધા પછી જો કોરોના થતો હોય તો પછી રસીનો ફાયદો શું? જવાબ આ અહેવાલમાં જ છે. 

રસી પર રાજકારણ
હાલ ભારતમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાઈ રહી છે. જો તમે તે શ્રેણીમાં આવતા હોવ તો તમારે પોતાનું નામ રજિસ્ટર કરાવવાનું છે અને જલદી રસી લઈ લેવાની છે. જો કે હાલ દેશમાં રસી પર ખુબ રાજકારણ ખેલાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ભારત સરકાર પર રસીવિતરણમાં ભેદભાવ કરવાનો આરોપ  લગાવ્યો છે. કહ્યું કે સરકાર મહારાષ્ટ્રને જરૂરિયાત મુજબ રસી આપતી નથી. ભાજપના શાસનવાળા રાજ્યોને તેનો વધુ ફાયદો થઈ રહ્યો છે. પરંતુ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ રાજકારણ બીલકુલ પ્રજાહિતમાં નથી. આંકડાથી સમજીએ. 

રસી મામલે મહારાષ્ટ્ર રાજ્ય સૌથી ઉપર છે. ત્યાં લગભઘ 90 લાખ લોકોને રસી અપાઈ છે. એક દિવસ પહેલા પણ સૌથી વધુ રસી આપવાના મામલે મહારાષ્ટ્ર સૌથી ઉપર હતું. જે બે રાજ્યમાં આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં રસીની કમી હોવાની વાત આવી રહી છે ત્યાં જ રસીના સૌથી વધુ ડોઝ બરબાદ થયા છે. 

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક કરોડથી વધુ રસીના ડોઝ મોકલવામાં આવ્યા છે. જેમાંથી 5 લાખ ડોઝ ખરાબ થઈ ગયા. કારણ કે તે અપાઈ નહીં. એ જ રીતે આંધ્ર પ્રદેશમાં પણ અત્યાર સુધી મોકલવામાં આવેલી રસીના કુલ ડોઝમાંથી 11.6 ટકા રસીના ડોઝ ખરાબ થઈ ગયા. એટલે કે જે રાજ્યો રસી વિતરણમાં ભેદભાવ અને કમીની ફરિયાદ કરી રહ્યા છે ત્યાં રસી સૌથી વધુ બરબાદ થઈ છે. 

ભારતમાં અત્યાર સુધી કુલ 9 કરોડ એક લાખ 98 હજાર 673 લોકોને રસી મળી ચૂકી છે. પરંતુ આ રસીના બંને ડોઝ લેનારા ફક્ત એક કરોડ 14 લાખ લોકો જ છે. એટલે કે લગભગ 8 કરોડ લોકોએ હજુ સુધી રસીનો પહેલો જ ડોઝ લીધો છે. જે ખુબ ચિંતાજનક છે. 

રસી લેતા કેમ લોકો ડરે છે?
રસી લેતા લોકો કેમ ડરી રહ્યા છે. આવો આપણે સમજીએ. છેલ્લા કેટલાક દિવસથી એવા મામલા સામે આવી રહ્યા છે કે જેમાં રસી લીધા બાદ પણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં સૌથી મોટો કેસ લખનઉથી સામે આવ્યો છે. જ્યાં રસી લેનારા 40 ડોક્ટરોને પણ કોરોના થઈ ગયો. 

આ અગાઉ બિહારમાં પણ રસી લગાવ્યા બાદ 26 ડોક્ટરોને કોરોના થયો. જેમાંથી 9 ડોક્ટરો એકલા પટણા મેડિકલ કોલેજમાંથી છે. આ ઉપરાંત દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં પણ 37 ડોક્ટરો કોરોના પોઝિટિવ થયા જેમણે રસી લીધી હતી. આવા તો ઘણા નામ છે જેમણે રસી લીધા છતાં કોરોના પોઝિટિવ થયા. 

તો કોરોના રસીનો ફાયદો શું? ખાસ જાણો
આવા અનેક કેસ સામે આવ્યા બાદ લોકો પૂછી રહ્યા છે કે જો રસી મૂકાવ્યા બાદ પણ કોરોના થઈ શકે તો પછી આ રસીનો ફાયદો શું. જેનો જવાબ એ છે કે રસી મૂકાવ્યા બાદ પણ તમને કોરોના તો થઈ શકે પરંતુ આ કોરોના તમારા માટે ખતરનાક નહીં નીવડે. જો તમે રસીના બંને ડોઝ મૂકાવ્યા હશે તો તેનાથી કોરોના તમને વધુ પ્રભાવિત કરી શકશે નહીં. તમને મામૂલી લક્ષણ હશે અને તમે સાજા થઈ જશો. એટલે કે તમારે હોસ્પિટલ જવાનું જરૂરી રહેશે નહીં. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા

Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં મસમોટો 'કોરોના બોમ્બ' ફૂટ્યો, 700થી વધુ લોકોના મોત

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube