નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા ઈચ્છે છે કે હાલ લોકડાઉન હટાવવામાં ન આવે. સીએમ કેજરીવાલે કહ્યું કે મોટાભાગના લોકોનું કહેવું છે કે શરતો સાથે લોકડાઉન ખોલવું જોઈએ. સીએમએ જણાવ્યું કે દિલ્હીમાં મોટાભાગના સલૂન, સ્પા નહીં ખોલવાના પક્ષમાં છે. લોકોએ માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેએ મુસાફરોને આપ્યો મોટો ઝટકો, 30 જૂન સુધીની તમામ ટિકિટ કરી રદ


દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના મોટાભાગના લોકો લોકડાઉનના પક્ષમાં છે. પરંતુ મોટાભાગના વેપારીઓ મોલ્સ, બજારો, રેસ્ટોરન્ટ ખોલવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે અમે પરમ દિવસે લોકડાઉન પર જનતા પાસે સૂચનો માંગ્યા હતાં. 24 કલાકમાં અમને પોણા 5 લાખ વોટ્સએપ મેસેજ, 10,700 ઈમેઈલ અને 39000 ફોનથી સૂચનો મળ્યાં. શૈક્ષણિક સંસ્થાઓને લઈને મોટાભાગના લોકોનું કહેવું છે કે તેને હજુ ખોલવા જોઈએ નહીં. હોટલો ખોલવી જોઈએ નહીં પરંતુ રેસ્ટોરા ખોલવી જોઈએ. 


અત્યંત હ્રદયદ્રાવક સ્થિતિ, અલગ અલગ અકસ્માતોમાં 16 શ્રમિકોના દર્દનાક મોત


સીએમએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે લોકોનું કહેવું છે કે ફૂડની હોમ ડિલિવરીની મંજૂરી આપવી જોઈએ. વાળંદની દુકાન હાલ ખોલવી જોઈએ નહીં. તેના પર લોકોની સામાન્ય સહમતિ છે. 


તેમણે કહ્યું કે અમારી પાસે માર્કેટ એસોસિએશનના અનેક સૂચનો આવ્યાં છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે માર્કે અને માર્કેટ કોમ્પલેક્ષ ખોલવા જોઈએ. તેમનું કહેવું છે કે ઓડ-ઈવન કરીને ખોલી નાખો. અનેક લોકોએ સૂચનો આપ્યા છે કે મોલમાં 1/3 દુકાનો કે અડધી દુકાનો ખોલવા દો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube