રેલવેએ મુસાફરોને આપ્યો મોટો ઝટકો, 30 જૂન સુધીની તમામ ટિકિટ કરી રદ

ભારતીય રેલવેએ એક નવી અપડેટ બહાર પાડી છે. મુસાફરોને મોટો આંચકો આપતા રેલવેએ 30મી જૂન 2020 કે તેની પહેલા મુસાફરી કરવા માટે બુક કરાવેલી તમામ ટિકિટો રદ કરી નાખી છે. 30 જૂન 2020 સુધી બુક કરાયેલી ટિકિટોનું રિફંડ પણ કરી દેવાયું છે. 

રેલવેએ મુસાફરોને આપ્યો મોટો ઝટકો, 30 જૂન સુધીની તમામ ટિકિટ કરી રદ

નવી દિલ્હી: ભારતીય રેલવેએ એક નવી અપડેટ બહાર પાડી છે. મુસાફરોને મોટો આંચકો આપતા રેલવેએ 30મી જૂન 2020 કે તેની પહેલા મુસાફરી કરવા માટે બુક કરાવેલી તમામ ટિકિટો રદ કરી નાખી છે. 30 જૂન 2020 સુધી બુક કરાયેલી ટિકિટોનું રિફંડ પણ કરી દેવાયું છે. 

— ANI (@ANI) May 14, 2020

સમાચાર એજન્સી એએનઆઈની ખબર મુજબ ભારતીય રેલવેએ 30મી જૂન 2020 સુધી બુક કરાયેલી તમામ ટિકિટોને કેન્સલ કરી દેવાઈ છે. જ્યારે તમામ સ્પેશિયલ અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય મુજબ દોડશે. રદ કરાયેલી તમામ ટિકિટોનું રિફન્ડ આપી દેવાયું છે. 

નોંધનીય છે કે રેલવેએ આ અગાઉ 17મી મે સુધી ટ્રેનોની ટિકિટ કેન્સલ કરી હતી. હવે 30મી જૂન સુધીની તમામ ટિકિટો કેન્સલ કરવાની નવી જાહેરાત કરી છે. 

જુઓ LIVE TV

રેલવેએ કહ્યું હતું કે જલદી રાજધાની અને શતાબ્દી ટ્રેનો શરૂ કરાશે. આ ટ્રેનો 22મી મેથી દોડશે અને તેનું બુકિંગ આગામી 15મી મેથી શરૂ થશે. આ ટિકિટો આઈઆરસીટીસીની વેબસાઈટ દ્વારા જ બુકિંગ થશે. હાલ ટ્રેનોમાં આરએસી ટિકિટ મળશે નહીં પરંતુ વેઈટિંગ ટિકિટ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news