કોલકત્તાઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરી વિવાદોમાં ફસાયેલા મંત્રી અખિલ ગિરિને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માફી માંગી છે. મમતા બેનર્જીએ આ સાથે ચેતવણી આપી કે આગળ આવું થયું તો પાર્ટી અખિલ વિરુદ્ધ પગલા ભરશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પર વિવાદિત નિવેદનને કારણે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઘેરાયા હતા. વિપક્ષ સતત મમતા બેનર્જી પાસે માફીની માંગ કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લઈને કહ્યું- તે ખુબ સારા મહિલા છે. તે ખુબ પ્રેમાળ છે. હું મારા ધારાસભ્યોના શબ્દોની નિંદા કરૂ છું. હું માફી માંગુ છું. જે અખિલે કર્યું- તે ખોટું છે. જો આવું ભવિષ્યમાં થશે તો પાર્ટી કાર્યવાહી કરશે. 


આ પહેલા મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો રાજ્યને સતત બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- જો કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે તો તેને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ. જો કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ છે તો કાયદો તેનું કામ કરશે. પરંતુ મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ ડેટિંગ એપ પર મિત્રતા, પ્રેમ બાદ વિવાદ, આ રીતે આફતાબે કરી શ્રદ્ધાની હત્યા


અખિલ ગિરિએ નંદીગ્રામમાં એક સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું- આપણે લોકો કોઈ તેમના દેખાવથી નથી આંકતા. આપણે રાષ્ટ્રપતિની ખુરશીનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાઈ છે? અખિલ ગિરિનું આ નિવેદન કેમેરામાં કેદ થઈ ગયું અને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube