#TMCExposed: બંગાળમાં ચૂંટણી ટાણે `ઓડિયો ટેપ બોમ્બ` ફૂટ્યો, ભત્રીજાના કારણે મમતા બેનર્જી મુશ્કેલીમાં!
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝ પાસે કેટલીક વિસ્ફોટક ઓડિયો ટેપ આવી છે. જેનાથી પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા `ભ્રષ્ટાચારના ખેલ`નો ખુલાસો થઈ રહ્યો છે કે કેવી રીતે કટમની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સુધી પહોંચી રહી છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝ પાસે કેટલીક વિસ્ફોટક ઓડિયો ટેપ આવી છે. જેનાથી પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા 'ભ્રષ્ટાચારના ખેલ'નો ખુલાસો થઈ રહ્યો છે કે કેવી રીતે કટમની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સુધી પહોંચી રહી છે.
કૌલસા કૌભાંડ સાથે છે સંબંધ
તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળેલી આ ઓડિયો ટેપમાં કોલસા તસ્કરીના આરોપી અનૂપ માંઝીના નીકટના ગણેશ બાગરિયાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ વાતચીત સાંભળ્યા બાદ સીધી આંગળી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા પર ઊઠી રહી છે. જો કે ઝી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
અઢી વર્ષમાં 40 કરોડની કટમની!
પહેલી ઓડિયો ટેપમાં કોઈ મોટા એવન્યૂ વાત થઈ રહી છે. વાતચીત કરનારાઓમાં એક ગણેશ બાગરિયા છે જે કોલસા કૌભાંડમાં આરોપી અનૂપ માંઝીનો સૌથી નીકટનો ગણાય છે. જ્યારે બીજી ઓડિયો ક્લિપમાં એવી વાતચીત થઈ રહી છે કે મમતા બેનર્જી રાજકારણમાં જેટલા ઉપર જવાની કોશિશ કરે છે, તેમનો ભત્રીજો અભિષેક બેનર્જી તેમને એટલા જ નીચે લાવે છે. જ્યારે ત્રીજી ઓડિયો ક્લિપમાં એવી વાતચીત થઈ રહી છે કે કેવી રીતે 2થી અઢી વર્ષમાં 40 કરોડ રૂપિયાની કટમની અભિષેક બેનર્જી સુધી પહોંચે છે. આ પૈસો કેવી રીતે પહોંચે છે તેની રીત પણ ઓડિયો ક્લિપમાં જણાવવામાં આવી છે.
જુઓ VIDEO:
PICS: કોરોનાની રસી લીધા બાદ ભૂલેચૂકે આ 5 કામ ન કરતા, આડઅસર પર જાણો WHO એ શું કહ્યું?
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube