PICS: કોરોનાની રસી લીધા બાદ ભૂલેચૂકે આ 5 કામ ન કરતા, આડઅસર પર જાણો WHO એ શું કહ્યું?

WHO એ રસીની સાઈડ ઈફેક્ટને લઈને એક પબ્લિક ડોક્યુમેન્ટ બહાર પાડ્યો છે.

નવી દિલ્હી: કોવિડ-19 રસીકરણ હવે વધુમાં વધુ લોકોને ઉપલબ્ધ થઈ રહી છે. આ બધા વચ્ચે WHO એ રસીની સાઈડ ઈફેક્ટને લઈને એક પબ્લિક ડોક્યુમેન્ટ બહાર પાડ્યો છે. જેમાં કહેવાયું છે કે રસી લીધા બાદ હળવી આડ અસર થવી સામાન્ય શા માટે છે. કોવિડ રસીની આ સામાન્ય આડઅસર અને લોન્ગ ટર્મ ઈફેક્ટ્સ અંગે પણ WHO એ જાણકારી આપી છે. બીજી બાજુ એક્સપર્ટ્સ જણાવે છે કે કોવિડ રસી લીધા બાદ તમારે કેટલીક ગતિવિધિઓથી દૂર રહેવું જોઈએ. 

કોરોના રસીની સાઈડ ઈફેક્ટ્સ પર WHO એ શું કહ્યું?

1/6
image

WHO એ તાજેતરમાં એક ફીચરમાં જણાવ્યું કે રસી મૂકાવ્યા બાદ હળવો તાવ, માંસપેશીઓમાં દુખાવો સામાન્ય વાત છે. તેનાથી ગભરાવવાની જરૂર નથી. WHO ના જણાવ્યાં મુજબ આ બધુ થવું એ વાતનો સંકેત છે કે તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ રસી પર પ્રતિક્રિયા આપી રહી છે. થોડા દિવસમાં આ આડઅસર જતી રહે છે. ઈન્જેક્શનવાળી જગ્યાએ દુખાવો, થાક, માથાનો દુખાવો, ડાયેરિયા જેવી આડઅસર સામાન્ય છે. કેટલાક  કેસમાં થોડી દુર્લભ આડઆસર પણ જોવા મળી શકે છે. જેમાં એલર્જિક રિએક્શન્સ સામેલ છે. જો કે રસીના લોન્ગ ટર્મ સાઈડ ઈફેક્ટ્સ પર WHO એ કહ્યું કે રસી સુરક્ષિત છે. 

રસી મૂકાવ્યા બાદ તરત ટેટુ ન કરાવવું

2/6
image

મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ તમારે કોવિડ રસી લીધાના થોડા દિવસ સુધી ટેટુ ન કરાવવું જોઈએ. તેની સંભાવના ખુબ ઓછી છે પરંતુ આમ છતા એક ઈમ્યુન રિસ્પોન્સ ટ્રિગર થઈ શકે છે. જો તમારે ટેટુ કરાવવું જ હોય તો રસી મૂકાવતી વખતે ડોક્ટરને પૂછી લેવું કે  પછી રસી મૂકાવ્યા બાદ થોડી રાહ જોઈ લેવી. 

આ રસી સાથે બીજી અન્ય કોઈ રસી ન મૂકાવવી

3/6
image

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ કોવિડ રસી લીધાના બે અઠવાડિયા પહેલા અને ત્યારબાદ કોઈ રસી લેવાથી બચવું. હાલ હજુ આ અંગે વધુ જાણકારી નથી કે કોરોનાની રસી બાકી રસી સાથે કેવું રિએક્શન આપે છે. પરંતુ આવામાં કેટલાક અઠવાડિયાનો ગેપ રાખવો સમજદારીનું કામ છે. 

એક્સસાઈઝથી બચવું

4/6
image

રસીકરણ બાદ વર્કઆઉટથી બચો. જો તમારી માંસપેશીઓમાં દુખાવો હોય તો કસરત કરવાથી બચવું નહીં તો દુખાવો વધી જશે. રસી લગાવ્યા બાદ એક કે બે દિવસનો બ્રેક લેવો સારો રહેશે. 

શરીરમાં પાણીની કમી ન થવા દો

5/6
image

રસી મૂકાવ્યા બાદ શરીરને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. કારણ કે ઈમ્યુન રિસ્પોન્સને પ્રોસેસ કરવામાં પાણી શરીરની મદદ કરે છે. જો તમને રસી લીધા બાદ તાવ આવે તો તેમાં પણ રિકવરી કરવામાં તે તમને મદદ કરશે.

રસી સર્ટિફિકેટ ગૂમ ન કરી નાખતા

6/6
image

કોરોના રસી લીધા બાદ તમને એક સર્ટિફિકેટ મળશે. તેને તમે ડિજિટલી પણ સ્ટોર કરી શકો છો. હાલ તેને સંભાળીને રાખો. બની શકે કે આવનારા સમયમાં મુસાફરી, વિઝા વગેરે માટે તમને તેની જરૂર પડે.