ભોપાલ : મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતી - જનજાતી અત્યાચાર નિવારણ બિલ (એસસી-એસટી એક્ટ)ની વિરુદ્ધ સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આગામી વિધાનસબા ચૂંટણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પરતી એક ટ્વીટ કરીને કહ્યું કે, એમપીમાં નહી થાય એસસી-એસટીનો દુરુપયોગ, તપાસ વગર ધરપકડ નહી થાય. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટ તપાસ વગર કોઇ જ કાર્યવાહી નહી થાય. તેમણે કહ્યું કે, એમપીમાં એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ નહી થાય. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SC-ST એક્ટની વિરુદ્ધ કરણી સેનાએ કર્યું ઉગ્ર પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, એસસી-એસટી એક્ટની વિરુદ્ધ સૌતી મુખ્ય અવાજ કરણી સેના મધ્યપ્રદેશમાં ઉઠાવી રહી છે. ગત્ત રવિવારે ઉજ્જૈનમાં કરણી સેનાના બેનર હેઠળ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ એક્ટની વિરુદ્ધ નારેબાજી કરી હતી. પ્રદર્શનકર્તાઓએ ગણઆ સ્થળો પર ઉગ્ર પ્રદર્શન કરતા શિવરાજ સિંહ ચૌહાણ સરકારે પોસ્ટર વગેરે ફાડી દીધા હતા. પ્રદર્શન ઉગ્ર થતું જોઇને પોલીસે લાઠીચાર્જ કરવું પડ્યું હતું. 
ઉજ્જૈનમાં કરણી સેના અને સામાન્ય અને પછાત વર્ગ દ્વારા અનામત અને એસસી-એસટી એક્ટની વિરુદ્ધ આંદોલન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રદેશમાં બંન્ને વર્ગોનાં હજારો લોક ઉજ્જૈનનાં નાનખેડા સ્ટેડિયમમાં એકત્ર થયા હતા. 



સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં પરિવર્તન કર્યું હતું. 
આ વર્ષે માર્ચમાં મહારાષ્ટ્રમાં એક સરકારી અધિકારીની અરજી  અંગે સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે એસસી એસટી એક્ટ વિરુદ્ધ અત્યાચાર નિવારણ કાયદાનાં કડક પ્રાવધાનોમાં પરિવર્તન કર્યું હતું. કોર્ટે કહ્યું કે, આ શ્રેણીનાં ગુનામાં આરોપીની ધરપકડ પ્રાથમિક તપાસ અથવા વરિષ્ઠ પોલીસ અધીક્ષકની પરવાનગી વગર ન થવી જોઇએ. પહેલા તેમાં તત્કાલ ધરપકડનું પ્રાવધાન હતું. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં એસસી- એસટી સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.