નવી દિલ્હી : 12 મેનાં રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા મુદ્દે કર્ણાટક ગયેલા ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાનો પ્રવાસ ટુંકાવીને પરત ફરી ગયા છે. યુપીમાં આવેલ તોફાન અને વરસાદનાં કારણે વિપક્ષે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. જેનાં પગલે યોગીને યુપી પરત ફર્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી ભાજપનાં માટે પ્રચાર કરવા અને પાર્ટીની જીતની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા કર્ણાટક ગયા હતા. કર્ણાટકમાં યોગી આદિત્યનાથનો ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. તેમને ત્યાંથી 2 મેથી 5 મે સુધી રહેવાનું હતું અને ભાજપનો પ્રચાર પણ કરવાનો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગરામાં પસાર કરશે રાત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કર્ણાટકથી શુક્રવારે રાત્રે 9.30 વાગ્યે આગરા પહોંચી જશે. શુક્રવારે રાત્રે તેઓ આગરાનાં સર્કિટ હાઉસમાં જ અટકશે. શનિવારે સવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તોફાની વરસાદથી તબાહ વિસ્તારમાં બચાવ કાર્ય અને પુન: સ્થાપનની સમીક્ષા કરશે. તેઓ શનિવારે સવારે 9થી10 વાગ્યા સુધી પ્રભાવિત વિસ્તારની હવાઇ મુલાકાત કરશે. ત્યાર બાદ પુન: સ્થાપનનાં કાર્યની મુલાકાત લેવા માટે યોગી આદિત્યનાથ કાનપુર જશે. 

અખિલેશે સાધ્યું નિશાન
ઉત્તરભારતમાં આવેલા તોફાનોમાં 100થી વધારે લોકોનાં મોત નિપજ્યાં હતા. ઉપરાંત ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં  ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. જો કે જ્યારે રાજ્ય પર સંકટ છે જ્યારે યોગી અન્ય રાજ્યોમાં પ્રચાર કરવામાં વ્યસ્ત છે તેવા આરોપ સાથે વિપક્ષ દ્વારા યોગી પર નિશાન સાધવામાં આવ્યું હતું.