નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાની જવાબદારી લનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહરને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મસૂદ અઝહર ‘જી’ બોલો, જેને લઇ ટીકાઓ શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધીનો આ વીડિયો મોદી સરકારની મંત્રી સ્મૃતિ ઇરાનીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. સ્મૃતિ ઇરાનીની પોસ્ટને રીટ્વિટ કરતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરાવા ઇચ્છતા હતા, અમારી સરકાર પણ આ માર્ગ પર ચાલે છે: પીએમ મોદી


યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું છે, ‘રાહુલ ગાંધી તેટલું જ બોલે છે, જેટલું તેમને શીખવાડવામાં આવ્યું છે. જે લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવે છે, આજે તે સેનાના શૌર્યના પુરાવા માગી રહ્યાં છે.’


દિવાળીમાં ફટાકડા ફૂટશે કે કેમ? સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી


એક અન્ય ટ્વિટ તેમણે ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ થયેલા વિવાદ પર કર્યું છે. વિવાદ ચૂંટણીની તારીખ અને રમજાન મહિનાને લઇને છે. સીએમ યોગીએ ટ્વિટ કર્યું છે કે મુસલમાન રમજાન ઉજવશે, તેમને રમજાન ઉજવવાથી કોણ રોકી રહ્યું છે. પર્વ અને તહેવાર તો ભારતની બંધારણીય પરંપરાનો ભાગ છે. ચૂંટણી પ્રચાર તમે દિવસ ભર કરી શકો છો. ચૂંટણીના દિવસે મતદાન કરી શકો છો. તેમાં ક્યાંથી પર્વ અને તહેવાર આડે આવે છે.


વધુમાં વાંચો: UNમાં Pokના એક્ટિવીસ્ટ બોલ્યા, ‘પાક. સેના કાશ્મીરીઓને આત્મઘાતી હુમલો કરવા ઉશ્કેરે છે’


તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી વચ્ચે રમજાન આવતા લખનઉના મૌલાનાઓએ વાંધા દર્શાવતા કમિશનથી તારીખોમાં ફેરફાર કરવાની માગ કરી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...