મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરાવા ઇચ્છતા હતા, અમારી સરકાર પણ આ માર્ગ પર ચાલે છે: પીએમ મોદી

પીએમ મોદીએ તેમના બ્લોગ ‘જ્યારે એક મૂઠ્ઠી મીઠાએ અંગ્રેજી સામ્રાજ્યને હલાવી નાખ્યું’માં કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીના વિતારોના વિપરીત કામ કર્યું છે.

મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરાવા ઇચ્છતા હતા, અમારી સરકાર પણ આ માર્ગ પર ચાલે છે: પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગના માધ્યમતી કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. તેમના બ્લોગ ‘જ્યારે એક મૂઠ્ઠી મીઠાએ અંગ્રેજી સામ્રાજ્યને હલાવી નાખ્યું’માં કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીના વિતારોના વિપરીત કામ કર્યું છે. મહાત્મા ગાંધી આઝાદી પછી કોંગ્રેસને સમાપ્ત કરવાના પક્ષધર હતા. અમારી સરકાર મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે સમજામાં પાર્ટીશન ઉભૂ કર્યું છે. જાતિ અને ધર્મની રાજનીતિ કરી છે. ગરીબોના પૈસા પડાવી કોંગ્રેસી નેતાઓએ તેમની બેંક ભરી છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજૂ છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે રાજનીતિમાં પરિવારને જન્મ આપ્યો. કોંગ્રેસે લોકસતંત્રનું અપમાન કર્યું છે. રાજ્યોમાં બંધારણીય કલમ 356નો ઘણી વખત ખોટો ઉપયોગ થયો છે. કોંગ્રેસ દેશમાં ઇમરજન્સી લાવી હતી. કોંગ્રેસના નેતા હમેશાં કમ્યૂનલ એડજસ્ટમેન્ટ કરતા રહ્યાં છે.

દાંડી માર્ચ
ઉલ્લેખનીય છે કે 12 માર્ચ 1930 ના મહાત્મા ગાંધીએ મીઠા સત્યાગ્રહના રૂપમાં દાંડી માર્ચની શરૂઆત કરી હતી. આ પુષ્ઠભૂમિને પીએ મોદીએ તેમના બ્લોગમાં લખ્યું છે. દાંડી માર્ચને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો પડાવ માનવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આ દિવસે અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી મીઠા સત્યાગ્રહ માટે દાંડી યાત્રા શરૂ કરી હતી. આ માર્ચ દ્વારા બાપુએ અંગ્રેજોએ બનાવેલા મીઠા કાયદાને તોડી તે સત્તાને પડકાર આપ્યો હતો. જેના વિશે કહેવામાં આવે છે કે તેના સામ્રાજ્યમાં સૂરજ ક્યારે ડૂબતો નથી.

પીએમ મોદીના ગૃહ રાજ્યથી લોકસભા ચૂંટણીનો શંખ ફૂંકશે કોંગ્રેસ
પીએમ મોદીએ આ બ્લોગ એવા સમયે પર લખ્યો છે જ્યારે કોંગ્રેસ મંગળવારે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમની કાર્યસમિતિ (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે તેમની રણનીતિને અંતિમ રૂપ આપશે અને પ્રચાર અભિયાનનો શંખ ફૂંકશે. સીડબ્લ્યૂસીની બેઠકનો આ સમયે ખાસ મહત્વ છે કે આ બેઠક સામાન્ય ચૂંટણી કાર્યક્રમોની ઘોષણાના બે દિવસ બાદ થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news