ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડી
Coldwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
Weather Update Today : છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ઠંડીની વધતી જતી ગતિ પર બ્રેક લાગી છે અને તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો શરૂ થશે અને ઠંડીની અસર વધવા લાગશે.
ઓક્ટોબરથી આ તારીખથી વધશે ઠંડી
તાપમાનમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ 24 ઓક્ટોબરથી શરૂ થશે અને 25 ઓકટોબર પછી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જઈ શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઓકટોબરના અંતમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે અને આ વર્ષે પણ તે જ રહેવાની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ઠંડા પવનો રાજધાનીમાં પહોંચી રહ્યા નથી, જેના કારણે ઠંડીની અસર ઘટી છે. આગામી સપ્તાહમાં પણ આ જ સ્થિતિ જળવાઈ રહે તેવી શક્યતા છે. પરંતું 23 ઓકટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ધારણા છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. 25 ઓકટોબર બાદ ઠંડીની અસર વધતાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થવાની ધારણા છે.
ભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છે
ઓક્ટોબર મહિનો એટલે વાવાઝોડાનો મહિનો
હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનાને 'સાયક્લોનનો મહિનો' કહેવામાં આવે છે. બંગાળની ખાડીમાં આવી ગતિવિધિઓ થતી જોવા મળે છે. 22 થી 23 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક દરિયાઈ ગતિવિધિઓ જોવા મળશે, જેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ઓરિસ્સામાં 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
આંધ્ર પ્રદેશે છેલ્લાં પાંચ દાયકાઓમાં ચક્રવાતથી મોટી વિનાશનો સામનો કર્યો છે, જેમાં આશ્ચર્યજનક કુલ 60 હિટ નોંધાઈ છે, જેમાંથી 40 ‘ખૂબ ગંભીર’ છે. એપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર, આમાંથી 24 ચક્રવાતી પ્રવૃત્તિ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાની વચ્ચે થઈ હતી. આ ચક્રવાતની અસર વિનાશક રહી છે, જેમાં કુલ 147 માનવ જીવ ગયા છે. ઓક્ટોબરનું ચક્રવાત પણ ગંભીર રહ્યું છે. 2018માં આવેલા 'ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન' TITLIએ આઠ જિલ્લાઓને અસર કરી હતી. 2014માં ચક્રવાત હુડ હુડને કારણે ચાર જિલ્લાઓને અસર થઈ હતી અને લગભગ 92.78 લાખ લોકોને ગંભીર અસર થઈ હતી. તેના કારણે 63 લોકોના મોત થયા હતા. અન્ય ચક્રવાતી ઘટનાઓમાં 2013માં ફેલિન ચક્રવાત અને 2006માં ઓગ્નીનો સમાવેશ થાય છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન
અંબાલાલ પટેલની ઠંડીની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. આ બાદ 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત