ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદ

Gujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર... અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં 7 લોકોનાં મોત,,, આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકને ભરખી ગઈ વીજળી... આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી

ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદ

Weather Update Today : પાછોતરા વરસાદથી જાણે કે પનોતી બેઠી હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે માત્ર એક અઠવાડિયામાં વીજળી પડવાંથી 12 લોકોનાં મોત થયા છે. ત્યારે વાત કરીએ તો શનિવારે અમરેલીમાં વીજળી પડતાં 5 લોકોનાં મોત થયા તો 3 લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી તો રાજકોટના ઉપલેટામાં વીજળી પડતાં 17 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૂડાસમા નામના યુવકનું મોત થયું છે. તો આગળ વાત કરીએ તો બોટાદમાં વીજળી પડતાં મહિલાનું મોત થયું છે. તો અગાઉ જામનગરમાં વીજળી પડતાં 2 લોકોનાં તો ભરૂચમાં વીજળીથી 3 લોકોનાં મોત થયા છે. 

અમરેલી, જુનાગઢની ગલીઓમાં નદી વહી
નવલાં નોરતાંના આઠમથી શરૂ થયેલો વરસાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો ત્યારે ફરી એકવાર ચોમાસાએ રમઝટ બોલાવી છે. ત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. ત્યારે દ્વારકા, રાજકોટ, અમરેલી અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જાણે કે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. અમરેલીની વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તો જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદથી શેરીઓમાં નદી વહેતી થઈ છે. દ્વારકામાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. 

દ્વારકાના મંદિર પર વીજળી પડી 
યાત્રાધામ દ્વારકામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. શનિવારે દ્વારકાથી 8 કિલોમીટર દૂર આવેલ ચંદ્રભાગા મંદિરના શિખર પર વીજળી પડી હતી. વીજળી પાડવાથી મંદિરના શિખર પરના ઘુમ્મટનો ભાગ તૂટી પડ્યો હતો. વીજળી પડવાથી મંદિરના શિખર પરના ઘુમ્મટને નુકસાન પહોંચ્યું હતું. વીજળી પડતાં સદનસીબે કોઈ જાનહાનિ નહિ. પરંતું મંદિરના પરના શિખરના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામેલો છે. ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. ત્યારે વાત કરીએ સુરત અને ડાંગમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા તો નર્મદામાં ભારે વરસાદના કારણે ખાડીઓમાં પાણી વહેતું થયું જોવા મળ્યું. તો અમદાવાદમાં પણ અડધો ઈંચ વરસાદમાં દોઢ  ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગુજરાતમાં વરસાદી માહોલ
અષાઢમાં અનરાધાર વરસે તેમ આસો મહિનામાં પણ મેઘરાજાની ધબધબાટી જોવા મળી. ગઈકાલે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા અને ભારે પવન સાથે શહેરના સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી. તો અનેક વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બગસરાના લુધિયા, સુડાવાડ અને સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમરેલીના લાઠી શહેરનું વાતાવરણ પલટાયું અને વરસાદ વરસ્યો. ભારે બફારા પછી વરસાદ વરસતા વાતારણ ઠંડુ થયું. જૂનાગઢના કેશોદ અને વિસાવદરમાં પણ બપોરે ત્રણ વાગ્યા પછી વરસાદનું આગમન થયું. નવદુર્ગા ચોક, બસ સ્ટેન્ડ, રેલેવે સ્ટેશન વિસ્તાર અને વેરાવળ રોડ પર વરસાદી માહોલ જોવા મળ્યો.

તાપી અને ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ડાંગના વઘઈ સહિત આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાત વરસતા ડાંગરના પાકને નુકસાન થવાની ભિતી છે. પાછોતરા વરસાદથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. વીજળીના કડકા ભડાકા રસ્તા વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા હતા. ડાંગમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદ વરસશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news