શહીદ કર્નલ આશુતોષ શર્માને રાજકીય સન્માન સાથે અશ્રુભીની આંખે અપાઈ અંતિમ વિદાય
જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા કર્નલ આશુતોષ શર્માને રાજકીય સન્માન સાથે જયપુરમાં અંતિમ વિદાય અપાઈ. કર્નલ આશુતોષ શર્મા હંદવાડામાં આતંકીઓ સાથે અથડામણમાં ઓપરેશન લીડ કરી રહ્યાં હતાં. શહીદ કર્નલ આશુતોષ આ અગાઉ પણ આવા અનેક ઓપરેશનને લીડ કરી ચૂક્યા છે. તેમને વીરતા માટે 2 ગેલન્ટ્રી એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
જયપુર: જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા કર્નલ આશુતોષ શર્માને રાજકીય સન્માન સાથે જયપુરમાં અંતિમ વિદાય અપાઈ. કર્નલ આશુતોષ શર્મા હંદવાડામાં આતંકીઓ સાથે અથડામણમાં ઓપરેશન લીડ કરી રહ્યાં હતાં. શહીદ કર્નલ આશુતોષ આ અગાઉ પણ આવા અનેક ઓપરેશનને લીડ કરી ચૂક્યા છે. તેમને વીરતા માટે 2 ગેલન્ટ્રી એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
શહીદ કર્નલ આશુતોષ શર્માની દીલેરીના કિસ્સા સાંભળીને આજે આખુ હિન્દુસ્તાન તેમના પર ગર્વ અનુભવી રહ્યું છે. કર્નલની શહાદત પર આંખો ભીની છે. પરંતુ કર્નલના પરિવારની દીલેરી સમગ્ર દેશ માટે મિસાલ છે. પત્ની, માતા કે પછી નાનકડી પુત્રી કોઈની આંખમાં આંસુ નથી. પરંતુ તેમને પોતાના પુત્ર, પતિ અને પિતા પર ગર્વ છે.
ભારત પોતાના જાંબાઝ જવાનોની શહાદતનો બદલો આ રીતે લઈ શકે છે, જાણો PAKની તબાહીના 3 પ્લાન
શહીદ કર્નલ આશુતોષ શર્માના પત્ની પલ્લવી શર્માએ કહ્યું કે હાલ તેમની બહાદુરીના કિસ્સાઓ સાંભળી રહી છું. મારી આંખોમાં આંસુ નથી મને તેમના પર ગર્વ થઈ રહ્યો છે. મને એ વાતનો ગર્વ છે કે હું તેમની પત્ની છું. હું તેમના નામથી ઓળખાઈશ તે વાતનો મને ગર્વ છે આનંદ છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે 3 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક કર્નલ, એક મેજર એક પોલીસ ઓફિસર સહિત 5 જવાન શહીદ થયા હતાં. શહીદ થનારા જવાનોમાં એક જમ્મુ અને કાશ્મીર પોલીસનો અધિકારી પણ સામેલ હતો. એક ઘરમાં છૂપાયેલા આતંકીઓથી નાગરિકોને બચાવવાના પ્રયત્નોમાં આ જવાનો શહીદ થયા હતાં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube