'વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો આતંક-ફેક ન્યૂઝ જેવા અન્ય ઘાતક વાયરસ ફેલાવી રહ્યાં છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારી સામે લડવાની રીતો પર ચર્ચા માટે નોન અલાયન મૂવમેન્ટ (NAM)ની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો. આ બેઠકમાં પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતાં. પીએમ મોદીએ દુનિયાના દેશો સાથે વાત કરતા કરતા પાકિસ્તાનને આડે હાથ પણ લઈ લીધુ. B

'વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો આતંક-ફેક ન્યૂઝ જેવા અન્ય ઘાતક વાયરસ ફેલાવી રહ્યાં છે'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારી સામે લડવાની રીતો પર ચર્ચા માટે નોન અલાયન મૂવમેન્ટ (NAM)ની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો. આ બેઠકમાં પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતાં. પીએમ મોદીએ દુનિયાના દેશો સાથે વાત કરતા કરતા પાકિસ્તાનને આડે હાથ પણ લઈ લીધુ. તેમણે કહ્યું કે જ્યારે આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે આતંકવાદ વાયરસ ફેલાવી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકી હુમલો થયો હતો જેમાં પાંચ બે અધિકારીઓ સહિત પાંચ જવાન શહીદ થયા હતાં. 

પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ દરમિયાન અમે દેખાડ્યું છે કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયકતા એક સાથે કેવી આવી શકે છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર તેમણે NAM બેઠકમાં ભાગ લીધો. વડાપ્રધાને કહ્યું કે લોકો જો સાધારણ આયુર્વેદિક ઘરેલુ નુસ્ખા અપનાવે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. 

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જૂથનિરપેક્ષ આંદોલન શિખર સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમે કોવિડ 19 સંકટ સામે ઝઝૂમી રહ્યાં છીએ એવામાં પણ કેટલાક લોકો આતંકવાદ, ફેક ન્યૂઝ અને છેડછાડ દ્વારા બનાવવામાં આવેલા વીડિયો જેવી બીજા ઘાતક વાયરસ ફેલાવવામાં લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ દરમિયાન અમે દેખાડ્યું કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયક કેવી રીતે એક સાથે આવી શકે છે. ભારતીય સભ્યતા સમગ્ર દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. જ્યારે અમે અમારા નાગરિકોની દેખભાળ કરીએ છીએ, તો અમે બીજા દેશોને પણ મદદ કરીએ છીએ. 

— ANI (@ANI) May 4, 2020

તેમણે કહ્યું કે કોવિડ 19નો મુકાબલો કરવા માટે અમે અમારા આડોશ પડોશમાં સમન્વયને પ્રોત્સાહન આપ્યું. અમે અનેક દેશોની સાથો સાથે ભારતની ચિકિત્સા વિશેષજ્ઞતાને શેર કરવા માટે ઓનલાઈન ટ્રેનિંગ શરૂ કરી છે. અમારી પોતાની જરૂરિયાતો હોવા છતાં અમે 123થી વધુ ભાગીદાર દેશોને ચિકિત્સા આપૂર્તિ સુનિશ્ચિત કરી છે. 

આ વીડિયો કોન્ફરન્સમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, કેરેબિયા અને યુરોપના સભ્ય દેશોના 30થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો તથા શાસન પ્રમુખો અને અન્ય નેતાઓએ ભાગ લીધો. 

વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ મોદીએ નેમ કોન્ટેક્ટ ગ્રુપના સંમેલનમાં ભાગ લીધો અને ભારતના સંસ્થાપક સભ્યોમાં સામેલ હોવાના કારણે આ સંગઠનના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરી. તેમણે કહ્યું કે કોવિડ 19 મહામારીથી બહાર આવ્યાં બાદ દુનિયાને વૈશ્વિકરણની એક નવી વ્યવસ્થાની જરૂર પડશે. 

પીએમ મોદીએ કહ્યું કે કોવિડ 19એ આપણને વર્તાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની મર્યાદાઓથી પરિચિત કરાવ્યા છે. કોવિડ 19થી બહાર આવ્યાં બાદ વિશ્વમાં આપણને પારદર્શકતા, સમાનતા અને માનવતા આધારિત વૈશ્વિકરણની નવી વ્યવસ્થાની જરૂર પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news