મુંબઈઃ પયગંબર મુહમ્મદ પર ટીવી ડિબેટ દરમિયાન ટિપ્પણી કરી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિવાદોમાં ફસાયા છે. આ મામલે વિવાદ થયા બાદ ભાજપે નૂપુર શર્માને પ્રાથમિક સભ્ય પદેથી હટાવી દીધા છે. નૂપુર શર્મા વિરુદ્ધ પોલીસમાં કેસ પણ દાખલ કરાવવામાં આવ્યો હતો. હવે મુંબઈ પોલીસ નીપુર શર્માને પૂછપરછ માટે જલદી સમન્સ પાઠવી શકે છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ આ વાત કહી છે. પોલીસ કમિશનરે કહ્યુ કે જ્ઞાનવાપી મુદ્દે ટીવી ડિબેટ દરમિયાન ટિપ્પણી કરવા મુદ્દે મુંબઈ પોલીસ ભાજપના પૂર્વ પ્રવક્તાને સમન્સ પાઠવશે અને તેનું નિવેદન નોંધશે. મુંબઈના પોલીસ કમિશનરે કહ્યું કે, આ સંબંધમાં જે જરૂરી કાર્યવાહી હશે તે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય પાંડેએ કહ્યુ કે, આ મામલામાં પણ પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. એફઆઈઆર નોંધાયા બાદ જે પ્રક્રિયા હોય તેનું પાલન કરવામાં આવશે. મહત્વનું છે કે એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મુહમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ મુંબઈ પોલીસે કેસ દાખલ કર્યો હતો. નૂપુર શર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 295A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર ધાર્મિક વૈમનસ્યને ઉશકેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય બે સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપોમાં સેક્શન 153A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ સલમાનને મળેલી ધમકી પર મુંબઈ પોલીસે કહ્યું- ઘટનાની તપાસ ચાલુ, જરૂર પડશે તો અભિનેતાની સુરક્ષા વધારાશે


વિદેશમાં પણ શર્માની ટિપ્પણી મુદ્દે વિવાદ
ટીવી ડિબેટ દરમિયાન બિનજરૂરી ટિપ્પણી કરવાના કારણે ભાજપ પણ બેકફુટ પર આવી ગયું છે. વિદેશમાં પણ કતર, સાઉદી અરબ, કુવૈત, યૂએઈ, બહરીન સહિત અન્ય ઇસ્લામિક દેશોએ તેના પર ભારતીય રાજદૂતોને સમન્સ પાઠળ્યું તો ભારતે પણ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે શુક્રવારે કાનપુરમાં પણ હિંસા થઈ હતી. 


ટીવી ડિબેટ દરમિયાન કરેલી ટિપ્પણી નૂપુર શર્માને પણ ભારે પડી છે. દેશ સહિત વિદેશમાં પણ તેની ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચારેતરફથી ઘેરાયા બાદ ભાજપે રવિવારે નૂપુર શર્માને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધી હતી. તો આ મામલે ટ્વીટ કરનાર નવીન જિંદલને પણ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube