સલમાનને મળેલી ધમકી પર મુંબઈ પોલીસે કહ્યું- ઘટનાની તપાસ ચાલુ, જરૂર પડશે તો અભિનેતાની સુરક્ષા વધારાશે
Salman Khan Death Threat: બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Trending Photos
મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતાને 5 જૂને મારી નાખવાની ધમકીભર્યો પત્ર મળ્ય હતો. આ પત્ર બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર ચલચલ જોવા મળી રહી છે. અભિનેતાને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યુ કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અમે તેની ગંભીરતાની તપાસ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. જો આગળ જરૂર પડશે તો અમે અભિનેતાની સુરક્ષામાં વધારો કરીશું.
તો પોલીસે સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પણ ધમકીભર્યા લેટરને લઈને પૂછપરછ કરી છે. નોંધનીય છે કે બોલીવુડ અભિનેતા સલમાન અને તેના પિતા સલીમ ખાનને રવિવારે અજાણ્યા સ્ત્રોતથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.
Maharashtra | Mumbai Police is taking the matter as seriously as the case is. We are investigating the letter he received & the whole matter... no one has been detained as of now. We'll increase security if required: Mumbai CP Sanjay Pandey, on threat letter to actor Salman Khan pic.twitter.com/STgkLWADIi
— ANI (@ANI) June 6, 2022
શું છે સમગ્ર ઘટના
અધિકારી પ્રમાણે રવિવારે સવારે સલીમ ખાન બાંદ્રા બેડસ્ટેન્ડમાં બેંચ પર બેઠા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમને એક પત્ર આપ્યો જેમાં તેમને અને સલમાનને જાનથી મારવાની ધમકી આપવામાં આવે. ત્યારબાદ સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે આગળની તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે હાલમાં પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તેના પર એક સાથે 25-30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મૂસેવાલાની હત્યાથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ હવે સલમાનને ધમકી ભર્યો પત્ર મળવાથી તેના ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે