નવી દિલ્હીઃ વેલેન્ટાઈન ડે પર ફુલોનું વેચાણ ખુબ થાય છે. આ દિવસોમાં ફૂલ પણ સામાન્ય દિવસોની તુલનામાં મોંઘા મળે છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે આ વખતે વેલેન્ડાઈન ડે પર ફૂલોથી વધુ નિરોધ (Condom)નું વેચાણ થયું છે. 7થી 14 ફેબ્રુઆરી સુધી ચાલનાર વેલેન્ટાઈન વીકમાં કોન્ડોમનું રેકોર્ડતોડ વેચાણ થયું છે. અત્યાર સુધી વેલેન્ટાઈન વીકમાં દરેક દિવસ પ્રમાણે પ્રેમી યુગક એકબીજાને ગિફ્ટ આપતા હતા. તેમાં ટેડી ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે અને પછી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી વેલેન્ટાઈન વીકમાં પુષ્કળ ફૂલો વેચાતા હતા. વેલેન્ટાઈન વીકની શરૂઆત પહેલા દુકાનદારો પણ વિવિધ પ્રકારની ભેટો અને ફૂલો લાવે છે. વેલેન્ટાઈન વીક દરમિયાન ગિફ્ટ કાર્ડ્સનું પણ ઘણું વેચાણ થતું હતું. પરંતુ આ વખતે આ તમામનું વેચાણ ઘણું પાછળ રહી ગયું છે. કોન્ડોમના વેચાણના આંકડા જોઈને તમે ચોંકી જશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન ખુબ થઈ કોન્ડોમની ખરીદી
ઓનલાઇન સામાન ડિલિવર કરનારી કંપની  Blinkit ના ફાઉન્ડર અલબિંદર ઢીંડસા પ્રમાણે વેલેન્ટાઈન ડે પર કોન્ડોમ (Condom) અને મીણબત્તી બંનેનું વેચાણ ખુબ થયું છે. બાકી પ્રોડક્ટ્સમાં પુરૂષો માટે ડિઓડોરેન્ટ, મહિલાઓ  માટે પરફ્યૂમ, સિંગલ ગુલાબ, બુકે અને ચોકલેટ સામેલ છે. તેમણે ટ્વિટર પર એનાલિટિક્સ પર કેટલાક રિપોર્ટ પણ શેર કર્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે બ્લિંકિટે 10 હજારથી વધુ ગુલાબ વેચ્યા છે અને 10 કલાક સુધી 1200 બુકે ડિલિવર કર્યાં હતા. 


આ પણ વાંચોઃ કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ  PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube