નવી દિલ્હીઃ ઇઝરાયલી સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો અને કાર્યકર્તાની જાસૂસીને લઈને કોંગ્રેસે મોદી સરકાર અને ભાજપ પર હુમલો કર્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેમાં સીધી રીતે સરકાર સામેલ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રવિવારે કહ્યું કે, વોટ્સએપ તે લોકોની પાસે મેસેજ મોકલી રહ્યાં છે, જેના ફોન હેક થયા છે. આવો એક મેસેજ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ મળ્યો છે. તેમણે કહ્યું કે, હવે લોકો કહી રહ્યાં છે 'અબકી બાર જાસૂસી સરકાર'. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, લોકો ભાજપ માટે એક નવું નામ જણાવી રહ્યાં છે- 'ભારતીય જાસૂસી પાર્ટી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર સરકારને વેંચી શકાય છે પેગાસસ સ્પાઇવેયર
પત્રકારો, નેતાઓ અને કાર્યકર્તાઓની જાસૂસી માટે સરકારને જવાબદાર ઠેરવતા સુરજેવાલાએ કહ્યું કે, પેગાસસ સ્પાઇવેયર માત્રને માત્ર સરકારને વેંચી શકાય છે, કોઈ અન્યને નહીં. તેમણે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પેગાસસ સ્પાઇવેયરથી નેતાઓ, પત્રકારો અને એક્ટિવિસ્ટોના ફોનને ટેપ કરવામાં આવ્યા અને સરકારને તેની જાણકારી હતી. 


સુપ્રીમ કોર્ટથી સંસદ અને રાજ્ય સરકારો સુધી, જાસૂસીથી કોઈ સુરક્ષિત નથી
સુરજેવાલાએ તે પણ દાવો કર્યો કે, ક્યા-ક્યા ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ નેટવર્ક કરપ્ટ કરવામાં આવ્યા પેગાસસ દ્વારા, તેના વિશે પણ કોંગ્રેસને જાણકારી છે. કોંગ્રેસે તે પણ આરોપ લગાવ્યો કે જાસૂસીથી સુપ્રીમ કોર્ટથી લઈને સંસદ અને રાજ્ય સરકાર સુધી કોઈ અછૂત નથી. તેમણે કહ્યું, 'નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર તે નેશનલ ઇન્ટરનેટ બેકબોન પર લાગે છે જે બીએસએનએલ અને વીએસએનએલ ચલાવે છે. ત્યાં પણ પેગાસસ સ્પાઇવેર જોવા મળ્યો. જો આમ છે તો દેશની સુપ્રીમ કોર્ટથી લઈને, સંસદથી લઈને દેશની પ્રાદેશિક અને દેશની સરકારથી લઈને કોઈ પણ બચ્યું નથી.'


પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ થઈ જાસૂસી
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, વોટ્સએપ તે લોકોની પાસે મેસેજ મોકલી રહ્યું છે, જેના ફોન હેક થયા છે. તેમણે દાવો કર્યો કે આવો એક મેસેજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ મળ્યો છે.

તીસ હજારી હિંસામાં ન્યાયિક તપાસના આદેશ, 6 સપ્તાહમાં આપવો પડશે રિપોર્ટ


મેમાં સામે આવી હતી જાસૂસીની વાત
મહત્વનું છે કે હાલમાં વોટ્સએપે ખુલાસો કર્યો છે કે વિશ્વભરમાં તેના આશરે 1400 યૂઝરોની ઇઝરાયેલી સ્પાઇવેયર પેગાસસના માધ્યમથી જાસૂસી કરવામાં આવી હતી. તેમાં ભારતના પણ ઘણા પત્રકાર, નેતા અને એક્ટિવિસ્ટ સામેલ છે. શનિવારે  પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ કેન્દ્ર સરકાર પર પોતાની જાસૂસી કરાવવાનો આરોપ લગાવ્યો હતો.