તીસ હજારી હિંસામાં ન્યાયિક તપાસના આદેશ, 6 સપ્તાહમાં આપવો પડશે રિપોર્ટ

દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી હિંસાના મામલાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ન્યાયિક તપાસ નિવૃત જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરવામાં આવશે. 
 

તીસ હજારી હિંસામાં ન્યાયિક તપાસના આદેશ, 6 સપ્તાહમાં આપવો પડશે રિપોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ન્યાયિક તપાસ નિવૃત જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરવામાં આવશે. આ તપાસમાં સીબીઆઈના ડાયરેક્ટર, આઈબીના ડાયરેક્ટર, વિજિલેન્સના ડાયરેક્ટર કે સીનિયર અધિકારી મદદ કરશે. 

હાઈકોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને ઈજાગ્રસ્ત વકીલોનું નિવેદન નોંધવાનો પણ આદેશ આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તે ઈજાગ્રસ્ત વકીલોને સારી સારવાર ઉપલબ્ધ કરાવે. સાથે ઈજાગ્રસ્ત વકીલ વિજય વર્માને 50 હજાર રૂપિયા અને બે અન્ય વકીલોને ક્રમશઃ 15 હજાર અને 10 હજાર રૂપિયાનું વળતર આપે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ મામલાની તપાસ 6 સપ્તાહમાં પૂરી કરવામાં આવે. 

— ANI (@ANI) November 3, 2019

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી કોર્ટમાં હિંસક ઝડપ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને પોલીસને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. તેના પર દિલ્હી પોલીસે પોતાના જવાબમાં સફાઈ આપતા હાઈકોર્ટને જણાવ્યું કે, તીસ હજારી હિંસા મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ સાથે મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. 

પોલીસે હાઈકોર્ટને તે પણ જણાવ્યું કે, વકીલને લોકઅપમાં બંધ કરનાર આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. તો દિલ્હી હાઈકોર્ટ બાદ એસોસિએશનના અધ્યક્ષે કહ્યું કે, વકીલોની ચેમ્બરોમાં હુમલો કરવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવી હતી. અમે દિલ્હી હાઈકોર્ટના નિવૃત જજની દેખરેખમાં આ મામલાની તપાસ કરવાની માગ કરીએ છીએ. સાથે મામલમાં શંકાસ્પદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરીએ છીએ.
 
જુઓ Live TV 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news