કર્ણાટક: કુમારસ્વામીની સરકાર મુશ્કેલીમાં, કોંગ્રેસ-જેડીએસના 11 MLAના રાજીનામા
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પર સંકટના વાદળો છે. કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે.
બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પર સંકટના વાદળો છે. કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે. રાજ્ય વિધાનસભા સ્પીકર રમેશકુમારે જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા તેમની ઓફિસમાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ રવિવારે રજા ઉપર છે અને સોમવારે તેઓ વિધાનસભા સ્થિત પોતાની ઓફિસે પહોંચ્યા બાદ જ સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી શકશે. આ બાજુ કોંગ્રેસના ધારાસભ્ય બી સી પાટીલે દાવો કર્યો કે બંને પક્ષના થઈને 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.
'જય શ્રીરામ'નો ઉપયોગ લોકોની પીટાઈમાં થાય છે, બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી: અમર્ત્ય સેન
એવો દાવો કરાયો છે કે આ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.
1. પ્રતાપ ગૌડા પાટીલ, કોંગ્રેસ (Pratapgowda patil)
2. શિવરામ હેબાર, કોંગ્રેસ (Shivaram Hebbar)
3. રમેશ જારખોલી, કોંગ્રેસ (Ramesh jarkiholi)
4. ગોપાલાહ, જેડીએસ (Gopalaiah)
5. મહેશ કુમાતિ હાલી, કોંગ્રેસ (Mahesh Kumati Halli)
6. એચ. વિશ્વનાથ, જેડીએસ (H Vishwanath)
7. નારાયણ ગૌડા, કોંગ્રેસ (Narayan Gowda)
8. બી સી પાટીલ, કોંગ્રેસ (B C Patil)
9. રામલિંગા રેડ્ડી, કોંગ્રેસ (Ramalinga reddy)
10. સૌમ્યા રેડ્ડી, કોંગ્રેસ (Sowmya reddy)
11. બી સુરેશ, કોંગ્રેસ (Byrsthi Suresh)
12. મુનિરથના, કોંગ્રેસ (Munirathna)
કોંગ્રેસના બે ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામા
અત્રે જણાવવાનું કે એક જુલાઈના રોજ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને ઝટકો આપતા બળવાખોર ધારાસભ્ય રમેશ ઝરકીહોલી સહિત બે કોંગ્રેસ ધારાસભ્યોએ સોમવારે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધુ. વિધાનસભાના અધ્યક્ષ કે.આર.રમેશકુમારને મોકલવામાં આવેલા કન્નડ ભાષામાં હાથથી લખાયેલા પત્રમાં ઝરકીહોલીએ ફરિયાદ કરી હતી કે તેમની પાર્ટીએ ગત વર્ષ મંત્રીમંડળમાંથી તેમને બહાર કરીને તેની વરિષ્ઠતાની 'અવગણના' કરી.
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે: PM મોદી
જુઓ LIVE TV