5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે: PM મોદી 

સામાન્ય બજેટ રજુ થયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યાં. આ અવસરે તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી. વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું કે આજે મને કાશીથી ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવાની તક મળી છે. તેમણે આ દરમિયાન બજેટની ચર્ચા કરતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના પર વિપક્ષીઓમાં ગઈ કાલથી ચર્ચા થઈ રહી છે. 
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે: PM મોદી 

નવી દિલ્હી: સામાન્ય બજેટ રજુ થયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યાં. આ અવસરે તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી. વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું કે આજે મને કાશીથી ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવાની તક મળી છે. તેમણે આ દરમિયાન બજેટની ચર્ચા કરતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના પર વિપક્ષીઓમાં ગઈ કાલથી ચર્ચા થઈ રહી છે. 

જેટલી મોટી કેક હશે, તેટલો મોટો ભાગ લોકોને મળશે
પીએમ મોદીએ આ અવસરે અંગ્રેજી કહેવત  'size of the cake matters' નો ઉલ્લેખ કરતા કહ્યું કે જેટલી મોટી કેક હશે તેટલો જ મોટો ભાગ લોકોને મળશે. આથી અમે દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા પર ભાર મૂક્યો છે. આજે જેટલા પણ વિક્સિત દેશ છે તેમાંથી મોટાભાગના દેશોનો ઈતિહાસ જુઓ તો એક સમયે ત્યાં પણ પ્રતિ વ્યક્તિ આવક બહુ વધારે નહતી. પરંતુ આ દેશોના ઈતિહાસમાં એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ગણતરીના સમયમાં પ્રતિ વ્યક્તિ આવકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. 

પ્રતિ વ્યક્તિ આવક વધવાથી જ ખરીદશક્તિ વધે છે
આ જ તે સમય હતો કે જ્યારે તે દેશ વિકાસશીલથી વિક્સિત દેશની શ્રેણીમાં આવી ગયાં. જ્યારે કોઈ પણ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક વધે છે ત્યારે તે ખરીદ શક્તિ વધારે છે. ખરીદીની ક્ષમતા વધવાથી લોકો વચ્ચે માંગ વધે છે. ડિમાન્ડ વધવાથી સામાનનું ઉત્પાદન વધે છે, સેવાનો વિસ્તાર થાય છે અને આ ક્રમમાં રોજગારની નવી તકો ઊભી થાય છે. તેનાથી પ્રતિ વ્યક્તિ આવકમાં વૃદ્ધિ થાય છે અને તે પરિવારની બચત પણ વધે છે. 

આજે દેશ ખાવા-પીવા મામલે આત્મનિર્ભર છે
પીએમ મોદીએ કહ્યું કે આવનારા 5 વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરની વિકાસ યાત્રામાં ખેડૂતો અને ખેતીને મહત્વની ભાગીદારી હશે. આજે દેશ ખાવા પીવાના મામલે આત્મનિર્ભર છે તો તેની પાછળ ફક્ત અને ફક્ત દેશના ખેડૂતોનો પરસેવો અને તેમનો સતત પરિશ્રમ કારણભૂત છે. હવે અમે ખેડૂતોને પોષકથી આગળ નિકાસકાર એટલે કે એક્સપોર્ટર તરીકે જોઈએ છીએ. અન્ન હોય, દૂધ હોય, ફળ કે શાકભાજી, મધ કે પછી કોઈ ઓર્ગેનિક ઉત્પાદનો હોય...આપણી પાસે નિકાસ માટે ભરપૂર ક્ષમતા છે. આથી બજેટમાં કૃષિ ઉત્પાદકોની નિકાસ માટે માહોલ બનાવવા પર ભાર મૂકાયો છે. ખેતીની સાથે સાથે બ્લ્યુ ઈકોનોમી ઉપર પણ અમારો ખાસ ભાર છે. 

છેલ્લા 5 વર્ષમાં માછલીના વેપારમાં અમે ખુબ પ્રગતિ કરી
સમુદ્રી સંસાધનો, કાંઠાના વિસ્તારોમાં પાણીની અંદર જેટલા પણ સંસાધનો છે, તેના વિકાસ માટે બજેટમાં વિસ્તારથી વાત કરાઈ છે. આ સંસાધનોનો એક ખુબ મોટો ભાગ છે માછલીનો વેપાર. છેલ્લા 5 વર્ષોમાં આ દિશામાં આપણે ખુબ પ્રગતિ કરી છે પરંતુ આમ છતાં આ ક્ષેત્રમાં પૂરી ક્ષમતાથી કામ કરવાની અનેક સંભાવનાઓ છે. વડાપ્રધાન મત્સ્ય સંપદા યોજના હેઠળ ઊંડા સમુદ્રમાં માછલી પકડવી, સ્ટોરેજ, તેમની વેલ્યુ એડિશનને પ્રોત્સાહન અપાશે. તેનાથી માછલીના એક્સપોર્ટમાં આપણી ભાગીદારી અનેકગણી વધશે. જેનાથી દેશને વિદેશી મુદ્રા પણ મળશે અને માછીમારોને વધુ પૈસા પણ મળશે. 

જુઓ LIVE TV

વડાપ્રધાને કહ્યું કે વિકાસની એક વધુ જરૂરી શરત છે પાણી. આથી જળ સંરક્ષણ અને જળ સંચય માટે સમગ્ર દેશને એકજૂથ થઈને ઊભા રહેવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપણી સામે પાણીની ઉપલબ્ધતા કરતા પણ વધુ પાણીનો બગાડ અને બર્બાદી ખુબ મોટી સમસ્યા છે. આથી ઘર ઉપયોગી હોય કે પછી સિંચાઈમાં, પાણીની બરબાદી રોકવી ખુબ જરૂરી છે. પાણીના સંરક્ષણ અને સંચય સાથે ઘરે ઘરે પાણી પહોંચાડવું પણ જરૂરી છે. 

પીએમ મોદીએ  કહ્યું કે દેશના દરેક ઘરને  પાણી મળી શકે તે માટે જળશક્તિ મંત્રાલય તો અમે બનાવી દીધુ છે, જળ શક્તિ અભિયાન પણ શરૂ કરાયું છે. તેનો મોટો લાભ આપણી માતાઓ અને બહેનોને મળશે જે પાણી મેળવવા માટે અનેક મુશ્કેલીઓ સહન કરે છે. હવે બજેટમાં રાષ્ટ્રીય સ્તર પર જળ ગ્રિડ બનાવવાનો પણ પ્રસ્તાવ રખાયો છે. મને વિશ્વાસ છે કે આ પ્રકારની વ્યવસ્થાથી દેશના દરેક એવા ક્ષેત્રને પૂરતું પાણી મળશે જેમને પાણીના અભાવનો સામનો કરવો પડે છે. 5 ટ્રિલિયન ડોલરની આ સફરને સરળ બનાવવા માટે અમે સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત, સુંદર ભારત બનાવવા પર ફોકસ કરી રહ્યાં છીએ.  

વડાપ્રધાને કહ્યું કે વીતેલા વર્ષોમાં સ્વચ્છતા માટે દેશના દરેક નાગરિકે જે યોગદાન આપ્યું છે તેનાથી સ્વચ્છ ભારત બનાવવાની અમારી કોશિશને બળ મળ્યું છે. સ્વચ્છ ભારત બનાવવા માટે આયુષ્યમાન ભારત યોજના પણ ખુબ મદદગાર સાબિત થઈ રહી છે. દેશના લગભગ 50 કરોડ ગરીબોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર સુનિશ્ચિત થઈ રહી છે. અત્યાર સુધી લગભગ 32 લાખ ગરીબ દર્દીઓને આ સારવારનો લાભ મળી ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news