નવી દિલ્હી : ચૂંટણીનું વાતાવરણ જામી ગયું છે. તમામ પક્ષો પોતાનું સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે જો કે ફંડના અભાવ સામે જઝુમી રહેલ કોંગ્રેસે ખોટા ખર્ચ ઘટાડવા માટે નેતાઓને સલાહ આપી છે. 24 અકબર રોડ ખાતે પાર્ટી હેડક્વાર્ટરમાં ઇશ્યું કરવામાં આવેલા નવા ફરમાનમાં નેતાઓની સમજદારીથી ખર્ચ કરવા માટે કહ્યું છે. બચત કરવા માટે પાર્ટીનાં નેતાઓનાં ટ્રાવેલ બાકી એલાઉન્સ પર ખર્ચ ઘટાડવા માટેની તૈયારી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1400 કિલોમીટર કટ આઉટ
પાર્ટી દ્વારા 9 ઓક્ટોબરે ઇશ્યું કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે નેતા પ્લેનનાં બદલે રેલ્વેની મુસાફરી કરે.તેના માટે 1400 કિલોમીટર કટ આઉટ છે. તેના માટે સચિવોને ટ્રેન ભાડુ જ મળસે ન કે પ્લેનની ટીકિટ. 1400 કિલોમીટરથી વધારે મુસાફરી કરી કરે તો જ પ્લેનની ટીકિટ મળશે, પરંતુ મહિનામાં માત્ર બે વખત. જો કે જો ટ્રેન ભાડુ,પ્લેન ટીકિટથી વધારે હોય તો સચિવ પ્લેન દ્વારા મુસાફરી કરી શકે છે. 

ચા-પાણીના ખર્ચમાં પણ ઘટાડો
નેતાઓનાં ખોટા ખર્ચથી પરેશાન પાર્ટીએ તેમની કેન્ટીનમાં ચા- પાણીના ખર્ચમાં પણ ઘટાડો કરવા માટે કહ્યું છે. ચૂંટણીનું વાતાવરણ છે જેના કારણે કાર્યકર્તાઓની ભીડ ઘણા મોટા પ્રમાણમાં હોય છે અને તેવામાં કેન્ટીનનો ખર્ચ ઘણો વધી જતો હોય છે. 

ઓફીસમાં પણ બચત
પાર્ટીનાં તમામ પદાધિકારીઓને ઓફીસના ખર્ચમાં પણ ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓફીસમાં વિજળી, ન્યૂઝ પેપર, સ્ટેશનરી જેવા ખર્ચ થોડા ઓછા કરવામાં આવે. પાર્ટીએ તેમ પણ કહ્યું કે, ઓફીસમાં એક સ્ટાફને અધિકૃત કરે જે દરેક જરૂરિયાતની વસ્તુઓ માટે સાઇન લેશે. અકારણ વિજળી ખર્ચ કરવા માટે કમ્પ્યુટર અને બાકી ઉપકરણ ત્યારે જ ચલાવવામાં આવે જ્યારે જરૂરિયાત હોય.

આ નિર્દેશ તમામ મહાસચિવ, પ્રભારીઓ, સંગઠન પ્રમુખને મોકલવામાં આવેલા આ પત્રમાં આપવામાં આવ્યા છે. નિર્દેશ છે કે તેમની ગેરહાજરીમાં વિજળીનાં ઉપકરણો બંધ રાખવામાં આવે. તે ઉપરાંત પાર્ટી પદાધિકારીઓને સ્ટાફ માટે હાજર ગાડીઓ પર પણ નજર રાખવા માટે જણાવાયું છે.