જયપુરઃ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પસંદ કરવા માટે ચૂંટાયેલા ધારાસભ્યોની કોંગ્રેસના નિરિક્ષકની હાજરમાં એક બેઠક મળી હતી. જોકે, તેમાં એક નામ પર કોઈ સર્વસમંતિ ન સધાતાં બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. હવે થોડા સમય બાદ આ બેઠક ફરી શરૂ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 99 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે અને તેને માયાવતીએ સમર્થન આપતાં બહુમતીનો આંકડો 100 પુરો થઈ ગયો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરાયો છે, પરંતુ મુખ્યમંત્રી પદ માટે કોકડું ગુંચવાયેલું છે. સચિન પાઈલટ અને વરિષ્ઠ નેતા અશોક ગેહલોતના નામ પર ચર્ચા ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું વરિષ્ઠ ગેહલોત બાજી મારશે
રાજનીતિક જૂથોમાં ગહલોતની ઓળખ પાર્ટીની અંદર અને બહાર, બંન્ને સ્થળે મજબુત મેનેજમેન્ટ કરનારા વ્યક્તિ તરીકેની છે. ગેહલોતની પાર્ટી પર પકડ પણ એટલી જ મજબુત છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ પૈકીનાં એક ગેહલોત હાલ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ મનાય છે. એવામાં એક તબક્કાનું માનવું છે કે ગેહલોતને તેમના લાંબા રાજકીય અનુભવનો ફાયદો મળી શકે છે. 


શિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ


પાયલોટની યુવા સોચ
જો કે બીજી તરફ ખાસ કરીને પાર્ટીનાં યુવાનોનો મત તેનાથી અલગ છે. સચિન પાયલોટ માટે તર્ક અપાઇ રહ્યો છે કે તેમણે રાષ્ટ્રીય રાજનીતિનો મોહ ત્યાગ કરીને સંકટના સમયે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું. જમીન પર મહેનત કરી અને મોદી બ્રાંડ હોવા છતાં પણ રાજસ્થાનમાં ભાજપને પછાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આથી સચિનની દાવેદારી પણ અત્યંત મજબૂત છે. 


કોંગ્રેસ જીતી તો ગયું પરંતુ હવે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી મુદ્દે ભારે ગુંચવાડો


અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની કુલ 200માંથી 199 સીટો પર થયેલ ચૂંટણીમાં કોંગ્રેસને 99 સીટો પર જીત મળી છે. જ્યારે ભાજપને 73 અને બાકી અન્ય ઉમેદવારોને 25 સીટો મળી છે. જેમાં બસપા 6 અને આરએલડીને 1 મળી છે. કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. જો કે ગેહલોત અને સચિન બંન્નેનો દાવા અંગે હાઇકમાન્ડ અને ધારાસભ્ય દળ અંતિમ નિર્ણય લેશે.