ચેન્નાઇ : તમિલનાડુની શિવગંગા લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા મુદ્દે દાવેદારી કરી રહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઇ.એમ સુદર્શન નચિયપ્પને આ સીટ કાર્તિ ચિદમ્બરને ફાળવી દેવાતા હાઇકમાન્ડ વિરુદ્ધ બળવો પોકાર્યો છે. તેમણે કહ્યું કે, લોકો આ પરિવાર (ચિદમ્બરમ) ને નફરત કરે છે. શુક્રવારે તમિલનાડુથી આઠ કોંગ્રેસી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જો કે શિવગંગા સીટ માટે કાર્તિનાં નામની જાહેરાત રવિવારે સાંજે કરવામાં આવી હતી. કાર્તિ ઉપરાંત માત્ર નચિયપ્પન જ શિવગંગા સીટ માટે દાવેદાર હતા. 
વિચારો ! એક દિવસ અચાનક સુરજ ગાયબ થઇ જાય તો શું થશે ?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સીટ પર તેઓ 1984માં પહેલીવાર જીત્યા હતા. તે વર્ષ 2004 અને 2010માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવેલા નચિયપ્પને પત્રકારોને કહ્યું કે, જ્યાં સુધી મને લાગે છે લોકો આ પરિવારને નફરત કરે છે, કારણ કે તેમણે શિવગંગા ક્ષેત્ર માટે કંઇ જ નથી કર્યું. વ્યવસાયે વકીલ નચિયપ્પને કહ્યું કે, કાર્તિને ઉમેદવાર બનાવવાથી ભવિષ્યમાં પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. 


કરતારપુર બાદ શારદાપીઠ કોરિડોરને પણ મંજુરી, આ મંદિર કાશ્મીરી પંડિતો માટે છે ખાસ

કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી રહી ચુકેલા નચિયપ્પને આરોપ લગાવ્યો કે ચિદમ્બરમે ન માત્ર તેમને તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવતા અટકાવ્યા પરંતુ આશરે 9 વર્ષ સુધી (વર્ષ 2004માં યુપીમાં કેન્દ્રમાં સરકાર બન્યા બાદ) મંત્રી બનતા પણ અટકાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પણ તેમને કોઇ પદની રજુઆત કરવામાં આવતી તો ચિદમ્બર તેનો વિરોધ કરતા હતા.