વિચારો ! એક દિવસ અચાનક સુરજ ગાયબ થઇ જાય તો શું થશે ?
શું તમે સુર્ય વગરની પૃથ્વી વિશે વિચારી શકો, સુર્ય ના હોય તો પૃથ્વી પર જીવન કઇ રીતે ટકે, પૃથ્વીનું શું થાય વગેરે જેવા પ્રશ્નોનાં જવાબ માત્ર એક ક્લિક પર
Trending Photos
અમદાવાદ : આપણા સૌર મંડળમાં સુરજના મહત્વથી લગભગ દરેક વ્યક્તિ પરિચિત છે. તેના વગર જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વિચારો જો અચાનક સુરજ ગાયબ તઇ જાય તો શું થશે ? તેનો જવાબ આપણે સુરજની ઉપયોગીતાથી મળી શકે છે. સૌરમંડલનાં તમામ ગ્રહો સુર્યની પરિક્રમા કરે છે. જેનો પથ નિશ્ચિત હોય છે. પરિક્રમા કરવાનું મુખ્ય કારણ સુરજની તરફથી ગ્રહોને પોતાની તરફ ખેંચનારી શક્તિ છે. જો કે ગતિશીલ હોવાનાં કારણે તેઓ સુરજ પર પડતા નથી.
જો ગ્રહોની ગતિને અટકાવી દેવામાં આવે તો સુરજની તરફ ખેંચાઇ જશે અને તેમાં પડી જશે. તેના કારણે તેનું અસ્તિવ જ ખતમ થઇ જશે. તેનું પરિણામ આપણી ધરતી માટે ખુબ જ ગંભીર થઇ શકે છે. કલ્પના કરીએ તો કોઇ અજાણ્યા કારણોથી આપણો સુરજ અચાનક ગાયબ થઇ જાય તો તમામ ગ્રહ, ક્ષુદ્રગ્રહ, ધુમકેતુ અને જે કાંઇ પણ સુર્યની પરિક્રમા કરી રહ્યા છે તે પોતાની આગળની ગતીને જાળી રાખે. પરંતુ તેઓ તેમાં પડી જવાનાં બદલે અંતરિક્ષમાં એક સીધી રેખામાં ઉડી જશે.
જાણો શું થશે અસર...
1. તેના કારણે કેટલાક ગ્રહો ગુરૂત્વાકર્ષણના કારણે એક બીજા સાથે જોડાઇ શકે છે અથવા પછી તેમાં જોરદાર અથડામણ થઇ શકે છે.
2. સંભાવના એવી પણ છે કે તમામ ગ્રહ સૌર અંતરિક્ષમાં એક સીધી રેખામાં ચાલતા આપણા સૌર મંડળથી બહાર જતા રહેશે.
3. અમારી ધરમી ગરમીને સારી રીતે જાળવી રાખે છે એલા માટે જીવન તુરંત જ તો ખતમ નહી થાય.
4. જેમ જેમ પૃથ્વી ઠંડી થતી જશે ધરતીથી જીવોનું અસ્તિત્વ જ ખોવાતું જશે.
5. ધરતી પર ઠંડી ઝડપથી વધશે.
6. સુર્યના વિકિરણ ઘટવાના કારણે સંભાવના ખતમ થઇ જશે. થોડા જ દિવસોમાં તાપમાન શુન્યથી 100 ડિગ્રી નીચે જતું રહેશે.
7. પૃથ્વી પર સુક્ષ્મ જીવો સિવાય કોઇ પણ જીવનું શક્ય નહી બને. આ જીવ પણ ધરતીની ગરમીથી જ જીવિત રહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે