પ્રયાગરાજઃ મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ પણ આજે સંગમમાં ડુબકી લગાવી છે. અહીં સન્નાન અને પૂજા પાઠ બાદ તેમણે હોડીમાં સવારી પણ કરી. હોડી પર બેઠી તો થોડા સમય બાદ તે ખુદ ચલાવવા લાગી હતી. તેનો વીડિયો પણ ચામે આવ્યો છે, જેમાં પ્રિયંકા બન્ને હાથથી હોડી ચલાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન સ્નાન કરવા આવેલા લોકો અને આસપાસની હોડીમાં ફરી રહેલા લોકો થોડીવાર થોભીની તસવીરો લેવા લાગ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા (Rajiv Shukla) એ તેનો વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રયાગરાજમાં સંગમ કિનારા પર આજે માધ મેળાનું ત્રીજુ સ્નાન પર્વ છે. મૌની અમાવસ્યાના અવસર પર અડધી રાત બાદથી શ્રદ્ધાળુઓની મોટી ભીડ ડોવા મળી હતી. કોરોના ગાઇડલાઇન (Corona's guideline) વચ્ચે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. 


Priyanka Gandhi Vadra)  આજે મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર પ્રયાગરાજ પહોંચ્યા છે. સૌથી પહેલા તેઓ નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ ભવન પહોંચ્યા હતા. જ્યાં પોતાના પરદાદા અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરૂના સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. પ્રિયંકા ગાંધીઆ આનંદ ભવન સ્થિત અનાથાલયમાં બાળકોની સાથે થોડા સમય પસાર કર્યો હતો. અહીં એક બાળકીને તેમણે તેડી લીધી હતી. 


5 મહિનાની બાળકીનો જીવ બચાવવા PM મોદીએ માફ કર્યો 6 કરોડનો ટેક્સ, જાણો કેમ


ઉત્તર પ્રદેશ (uttarpradesh) માં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ પ્રિયંકાના પ્રવાસ વધી ગયા છે. એક દિવસ પહેલા તેઓ કિસાન પંચાયતમાં સામેલ થયા હતા. પાછલા વર્ષે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રાથી કરી હતી. 17 માર્ચ 2019ના પ્રિયંકાએ પ્રયાગરાજથી જળ યાત્રા કાઢી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube