સોનિયા ગાંધી અને પૂર્વ PM મનમોહન સિંહે તિહાડ જેલમાં ચિદમ્બરમ સાથે કરી મુલાકાત
આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મળવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ તિહાડ જેલ પહોંચ્યા.
નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મળવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ તિહાડ જેલ પહોંચ્યા. મુલાકાત માટેનો સમય સવારે 9થી 10 વાગ્યા વચ્ચેનો નક્કી હતો. તેમણે લગભગ 30 મિનિટ સુધી તિહાડ જેલમાં ચિદમ્બરમ સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ તિહાડ જેલમાં તેમને મળવા માટે પહોંચ્યા ત્યારે પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ તિહાડ જેલ પહોંચ્યા હતાં. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે નાણા મંત્રીના પદ પર હતાં ત્યારે 2007માં લાંચ લઈને આઈએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયા લઈને વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડથી મંજૂરી અપાવી હતી. આ મામલે ચિદમ્બરમ સીબીઆઈ અને ઈડીની તપાસ હેઠળ છે.
ટ્રમ્પની સામે જ PM મોદીએ કહ્યું- 'આખી દુનિયા જાણે છે કે 9/11 અને 26/11ના કાવતરાખોરો ક્યાં મળી આવે છે'
INX મીડિયા હેરાફેરી સંબંધીત સીબીઆઈ કેસમાં પી ચિદમ્બરની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થવાની છે. ગત સુનાવણીમાં હાઈકોર્ટે ચિદમ્બરની જામીન અરજી પર સીબીઆઈને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. સીબીઆઈએ ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો તેમને જામીન મળ્યાં તો ભ્રષ્ટાચાર મામલે ખોટો સંદેશ જશે અને તે જનતાના વિશ્વાસ સાથે દગો કરવાનો સ્પષ્ટ મામલો છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...