નવી દિલ્હી: થોડા સમય પહેલા રાજસ્થાન સાથે સંકળાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતામાં જેમની ગણતરી થાય છે તેવા ડો. સી પી જોશીને બિહારના રાજ્ય પ્રભારી પદેથી હટાવવામાં આવ્યાં ત્યારે એ જ માનવામાં આવ્યું હતું કે તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેઓ પહેલા નોર્થ ઈસ્ટના પણ પાર્ટી પ્રભારી હતા. પરંતુ પૂર્વોત્તરમાં ભાજપનો દબદબો વધ્યા બાદ કોંગ્રેસે તેમને ત્યાંથી પ્રભારી પદેથી મુક્ત કર્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ત્યારબાદ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સી પી જોશીને તેમની પરંપરાગત વિધાનસભા સીટ નાથદ્વારાથી ટિકિટ આપીને બધાને ચોંકવી દીધા. હવે તે જ સી પી જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પર વિવાદાસ્પદ નિવેદન કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ વાતનું મહત્વ એટલેથી આંકી શકાય કે રાહુલ ગાંધીએ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને સી પી જોશીને માફી માંગવા પણ કહ્યું. 


હકીકતમાં સોશિયલ મીડિયા તથા કેટલીક ચેનલો પર પ્રસારિત વીડિયો મુજબ સી પી જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉમા ભારતની જાતિ પર કથિત રીતે સવાલ કરતા કહ્યું કે ધર્મ પર ફક્ત બ્રાહ્મણો જ વાત કરી શકે છે. આ જ સંદર્ભે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું 'કે સી પી જોશીનું આ નિવેદન કોંગ્રેસ પાર્ટીના આદર્શોથી વિપરિત છે...તેમણે પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કરવો જોઈએ.' ત્યારબાદ જોશીએ એક નિષ્ઠાવાન કાર્યકર્તાની જેમ પાર્ટી અધ્યક્ષની ટિપ્પણી બાદ ખેદ પણ વ્યક્ત કર્યો.  


આવામાં એવા સવાલો ઉઠવા સ્વભાવિક છે કે રાજસ્થાનના ચૂંટણી માહોલમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે અચાનક જ ચર્ચામાં આવી જનારા સી પી જોશી કોણ છે? જો કે જ્યારે સી પી જોશીને રાજસ્થાનમાં નાથદ્વારાથી ટિકિટ આપવામાં આવી ત્યારે ધીમા સ્વરે એવો અવાજ પણ ઉઠ્યો હતો કે બ્રાહ્મણોની વોટબેંક સાધવા માટે તેમના ચહેરાને પણ આગળ વધારવામાં આવી રહ્યો છે. 


બીજી વાત એ છે કે રાજકીય સ્તરે એવી પણ ગૂપચૂપ ચર્ચા છે કે કોંગ્રેસ જો ચૂંટણી બાદ સત્તામાં આવે તો સચિન પાયલટ કે અશોક ગહલોતમાંથી કોઈ એક નામ પર આંતરિક કકળાટના પગલે જો સહમતિ ન બને તો સી પી જોશી આમ સહમતિના  નેતા તરીકે મુખ્યમંત્રી પદના દાવેદાર બની શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...