નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. આ અગાઉ જિતિન પ્રસાદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમની ભાજપમાં જવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિતિન પ્રસાદે 'પંજા'ને છોડી 'કમળ' પકડ્યું
ભાજપમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદે કહ્યું કે ત્રણ પેઢીઓ સુધી અમારા પરિવારનો કોંગ્રેસ સાથે સંબંધ રહ્યો છે. પરંતુ હવે ખુબ સમજી વિચારીને મે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે મને લાગે છે કે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે સાચે રાષ્ટ્રીય છે, અન્ય દળો પ્રાદેશિક છે પરંતુ ભાજપ સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી છે. 


કેમ મોંઘુ થઈ રહ્યું છે સરસવનું તેલ? વધતા ભાવ પર કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો આ જવાબ


જિતિન પ્રસાદ સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે જઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જિતિન પ્રસાદ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. અને હાલમાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં બંગાળના પ્રભારી હતા. જ્યાં પાર્ટીનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું.


YUVA scheme: PM મોદીએ યુવા યોજનાની કરી જાહેરાત, મળશે 50,000 રૂપિયા stipend, આ રીતે કરી શકશો અરજી


કોણ છે જિતિન પ્રસાદ?
જિતિન પ્રસાદે ભારતીય યુવા કોંગ્રેસમાં સચિવ પદથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2004માં કોંગ્રેસની ટિકિટ પર શાહજહાંપુર સીટથી લોકસભા ચૂંટણી જીતી. વર્ષ 2008માં તેમને પહેલીવાર કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં જિતિન પ્રસાદને ધૌરહરા સીટથી જીત મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube