કેમ મોંઘુ થઈ રહ્યું છે સરસવનું તેલ? વધતા ભાવ પર કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો આ જવાબ

ખાદ્ય તેલના ભાવ પણ પેટ્રોલ-ડીઝલના ભાવની જેમ બેકાબૂ બની ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા તો સરકારના હાથમાં નથી કારણ કે તે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. પરંતુ ખાદ્ય તેલના ભાવને ગ્લોબલ માર્કેટ સાથે કોઈ લેવાદેવા નથી, આમ છતાં તેના ભાવ કેમ વધી રહ્યા છે તે સવાલનો જવાબ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો છે. 

કેમ મોંઘુ થઈ રહ્યું છે સરસવનું તેલ? વધતા ભાવ પર કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો આ જવાબ

નવી દિલ્હી: ખાદ્ય તેલના ભાવ પણ પેટ્રોલ-ડીઝલના ભાવની જેમ બેકાબૂ બની ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા તો સરકારના હાથમાં નથી કારણ કે તે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. પરંતુ ખાદ્ય તેલના ભાવને ગ્લોબલ માર્કેટ સાથે કોઈ લેવાદેવા નથી, આમ છતાં તેના ભાવ કેમ વધી રહ્યા છે તે સવાલનો જવાબ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો છે. 

ભેળસેળ બંધ કરી દેવાઈ છે એટલે વધ્યા ભાવ-તોમર
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે  કહ્યું કે સરસવનું તેલ થોડું મોંઘુ જરૂર થયું છે કારણ કે તેમાં સરકારે ભેળસેળ બંધ કરાવી છે. તેમણે કહ્યું કે સરકાર વધતી મોંઘવારી પર નજર રાખી રહી છે. દાળ અને તેલના ભાવ પર અમારું ધ્યાન છે. દાળના ભાવ ઓછા થયા છે કારણ કે સરકારે સ્ટોક રિલીઝ કર્યો છે. પરંતુ સરસવના તેલના ભાવ વધ્યા છે કારણ કે અમારી સરકારે નક્કી કર્યું છે કે અમે તેમાં અન્ય કોઈ ખાદ્ય તેલ મિક્સ કરીશું નહીં જેથી કરીને શુદ્ધતા જળવાય. તેમણે કહ્યું કે આ નિર્ણય ખુબ જ જરૂરી છે જેનો ફાયદો દેશભરના તેલિબીયાં અને સરસવનું કામ કરનારા ખેડૂતોને થનારો છે. એટલે કે હવે અનેક સ્ત્રોતોવાળા તેલોથી તૈયાર થનારા ખાદ્ય વનસ્પતિ તેલનું ઉત્પાદન અને પેકિંગમાં સરસવ તેલને ભેળવવા પર રોક લાગુ થઈ ગઈ છે. સરકાર તરફથી સોમવારે આ અંગે એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. 

— ANI_HindiNews (@AHindinews) June 9, 2021

1 વર્ષમાં તેલના ભાવમાં 60 ટકા વધારો
ગત એક વર્ષમાં સરસવના તેલમાં ખુબ ભાવ વધ્યા છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યાં મુજબ એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવ 60 ટકા જેટલું વધ્યા છે. આજકાલ સરસવના તેલનો ભાવ 170 થી 180 રૂપિયે પ્રતિ લીટર ચાલી રહ્યો છે. જે ગત વર્ષ મે મહિના દરમિયાન 120-130 રૂપિયા પ્રતિ લીટર હતો. સરસવનું તેલ ઉપરાંત મગફળનું તેલ, સૂરજમુખી, ડાલડા અને રિફાઈન્ડ જેવા અન્ય ખાદ્ય તેલોના ભાવ પણ ઝડપથી વધ્યા છે. 

રિફાઈન્ડ ઓઈલ પણ મોંઘા થયા
એ જ પ્રકારે સોયાબીન રિફાઈન્ડ ઓઈલ હાલ 160 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગત વર્ષે તે 120 રૂપિયા પ્રતિ લીટર હતું. મે 2020માં 132 રૂપિયા પ્રતિ લીટર વેચાનારું સૂરજમુખીના તેલનો ભાવ હવે 200 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. એ જ રીતે વનસ્પતિ તેલના ભાવ ગત વર્ષ 100 રૂપિયા પ્રતિ લીટર હતો. હવે તે 140 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. ગત એક અઠવાડિયામાં જ ખાદ્ય તેલોના ભાવમાં 7-8 ટકાનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓનું કહેવું છે કે સરસવના નવા પાકની લલણી પણ થઈ ગઈ છે. આમ છતાં તેલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news