જયપુર: મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં શિવસેના અને ભાજપનું ગઠબંધન ભંગાણને આરે છે  ત્યાં બીજી બાજુ આજે શિવસેનાના કોટામાંથી મોદી મંત્રીમંડળમાં સમાવાયેલા અરવિંદ સાવંતે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરતા હવે અટકળો વધી ગઈ છે કે શિવસેના અને એનડીએના છૂટાછેડા....મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેનું કહેવું છે કે મહારાષ્ટ્રની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે અને આ જ અમારો નિર્ણય છે. જો કે અમે હાઈ કમાન્ડના નિર્દેશ મુજબ આગળ વધીશું. આજે સવારે 10 વાગે એક બેઠક છે અને તેમાં આગળની રણનીતિ નક્કી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેના નેતા અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે


સૂત્રોનું માનવું છે કે શિવસેના આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. નવી સરકારમાં તેમની સહયોગી પાર્ટી એનસીપી હશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી મુખ્યમંત્રી બની શકે છે. એનસીપી નેતા અજીત પવારને ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે. આ સરકારને સમર્થન કરવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળી શકે છે. દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મહારાષ્ટ્રના રાજકીય હાલાતને લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ થવાની છે. આ બાજુ મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસના ઘરે આજે ભાજપની કોર ગ્રુપની બેઠક થવાની છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...