નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરાનું દુ:ખદ નિધન થયું છે. હાલમાં જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. 93 વર્ષના મોતીલાલ વોરા ચાલુ વર્ષે એપ્રિલ સુધી રાજ્યસભા સાંસદ હતા. કોંગ્રેસના સંગઠનમાં કેટલાક સપ્તાહ પહેલા થયેલા ફેરફાર અગાઉ સુધી તેઓ પાર્ટીના મહાસચિવ (પ્રશાસન) હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જાણવા મળી રહ્યું છે કે મોતીલાલ વોરાને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સમયે તેમની સારવાર દિલ્હી એમ્સમાં કરવામાં આવી તી. સારવાર બાદ તેઓ સાજા થઈ ચુક્યા હતા અને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. 


મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. મોતીલાલ વોરા ગાંધી પરિવારની ખુબ નજીક હતા. મોતીલાલ વોરા લાંબા સમય સુધી કોંગ્રેસમાં કોષાધ્યક્ષની જવાબદારી સંભાળવા રહ્યા હતા. પરંતુ વર્ષ 2018મા વધતી ઉંમરનો હવાલો આવતા રાહુલ ગાંધીએ કોષાધ્યક્ષની જવાબદારી અહમદ પટેલને આપી દીધી હતી.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube