આ શું બોલી ગયા કોંગ્રેસના નેતા? `બળાત્કાર રોકવા જો અશક્ય હોય તો તેનો આનંદ લઈ લો`
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશકુમાર એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે કર્ણાટક વિધાનસભામાં રેપ પર ભદ્દી ટિપ્પણી કરી છે.
બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશકુમાર એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે કર્ણાટક વિધાનસભામાં રેપ પર ભદ્દી ટિપ્પણી કરી છે. વિધાનસભામાં અધ્યક્ષને સંબોધન કરતા રમેશકુમારે કહ્યું કે રેપ જો રોકવા અશક્ય હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. અહીં નોંધનીય વાત એ છે કે કોંગ્રેસના નેતાની આ ટિપ્પણી પર કોઈએ આપત્તિ ન નોંધાવી ઉલ્ટા તેમના નિવેદનને મજાકમાં લઈ હાસ્ય રેલાયું.
ખેડૂતોના મુદ્દે સમય માંગી રહ્યા હતા વિધાયક
અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં હાલ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ગુરુવારે સદનની કાર્યવાહી દરમિયાન ખેડૂતોના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. ખોડૂતોના મુદ્દા પર વિધાયક વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમયની માગણી કરી રહ્યા હતા. વિધાયકોની માગણી પર અધ્યક્ષે કહ્યું કે સમયની કમી છે. બધાને સમય આપતા રહ્યા તો આ સત્ર કેવી રીતે ચાલશે. તેમણે કોંગ્રેસ નેતા રમેશકુમાર તરફ જોયું અને વિધાયકોને કહ્યું કે તમે જે પણ નિર્ણય કરશો તે માનીશું. જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દો અને સ્થિતિનો આનંદ લો. હું વ્યવસ્થાને નિયંત્રિત કરી શકું નહીં.
'રેપનો આનંદ લો'
અધ્યક્ષની વાત ખતમ થતા કોંગ્રેસ નેતા રમેશકુમાર પોતાની જગ્યા પર ઉભા થઈને જવાબમાં બોલ્યા કે એક કહેવત છે...જ્યારે રેપને રોકવા અશક્ય હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. અધ્યક્ષ અને સદનના સભ્યો રમેશકુમારના આ નિવેદન પર આપત્તિ જતાવવાની જગ્યાએ હસવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube