કર્ણાટક સંકટ પર સિદ્ધારમૈયાનું નિવેદન, `આ ભાજપનું ષડયંત્ર, કોંગ્રેસ-JDSની સરકાર બચી જશે`
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ નિવેદન આપ્યું છે. આજે તેમણે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાને લઈને ચાલી રહેલા ઘટનાક્રમ પાછળ ભાજપનો હાથ છે.
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ નિવેદન આપ્યું છે. આજે તેમણે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાને લઈને ચાલી રહેલા ઘટનાક્રમ પાછળ ભાજપનો હાથ છે. આ ઓપરેશન કમળ છે. અહીં બધુ ઠીક છે. ગભરાવવાની જરૂર નથી. પ્રદેશમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર રહેશે. સરકાર પર કોઈ સંકટ નથી.
કર્ણાટકમાં રાજકીય ભૂકંપનું આ છે આખું ગણિત, જાણો કયા પક્ષમાં છે કેટલો દમ
આ સાથે જ કોંગ્રેસ નેતાઓએ આજે એચડી દેવગૌડાની મુલાકાત કરી છે. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના મંત્રી ડી કે શિવકુમાર દેવગોડા સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારે કહ્યું કે જેડીએસએ આજે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. અમે પણ પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે જેથી કરીને આ સંકટમાંથી ઉગરી શકાય. મને પૂરો વિશ્વાસ છે કે હાલાત જલદી સામાન્ય થઈ જશે. દેશ અને બંને પક્ષો માટે અમારે સરકારને સારી રીતે ચલાવવી પડશે. મને એ પણ વિશ્વાસ છે કે રાજીનામા આપનારા તમામ ધારાસભ્યો પાછા આવશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...