નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના નેતા ઉદિત રાજે (Udit Raj) કુંભમેળાના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે. ઉદિત રાજે પૂછ્યું કે સરકારી ખર્ચે કુંભમેળાનું આયોજન  કેમ કરવામાં આવ્યું. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્ય સરકારે કુંભમેળા પર 4 હજાર 200  કરોડ રૂપિયા કેમ ખર્ચ કર્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: છેલ્લા 24 કલાકમાં નવા 67,708 દર્દીઓ, દેશમાં કોરોનાના કેસનો doubling time વધ્યો


ઉદિત રાજે ધાર્મિક શિક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે સરકારી પૈસે કોઈ પણ ધર્મના શિક્ષણનો ખર્ચ ન થવો જોઈએ, કોઈ પણ ધાર્મિક કર્મકાંડ પણ નહી. સરકારને કોઈ ધર્મ સાથે લેવાદેવા ન હોવા જોઈએ. 


NCP નેતા હાઈવે પર કારમાં જીવતા ભૂંજાયા, ગાડીમાંથી Sanitizer ની બોટલ મળી


ઉદિત રાજે કહ્યું કે અલાહાબાદના કુંભમેળા પર યુપી સરકાર દ્વારા 4200 કરોડ રૂપિયા ખર્ચ થવા નહતા જોઈતા. અત્રે જણાવવાનું કે આ અગાઉ આસામના શિક્ષણ મંત્રી હેમંતા બિસ્વા સરમાએ ધાર્મિક શિક્ષણને લઈને જાહેરાત કરી હતી કે હવે તેમના રાજ્યમાં ચાલી રહેલી તમામ મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓને સામાન્ય શાળાઓમાં ફેરવી દેવાશે. આ ઉપરાંત મદરેસામાં ભણાવતા શિક્ષકોને પણ નવી શાળાઓમાં ટ્રાન્સફર કરાશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube