Corona Update: છેલ્લા 24 કલાકમાં નવા 67,708 દર્દીઓ, દેશમાં કોરોનાના કેસનો doubling time વધ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 67,708 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 73,07,098 થયો છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 67,708 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 73,07,098 થયો છે. હાલ દેશમાં 8,12,390 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 63,83,442 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 680 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 1,11,266 પર પહોંચ્યો છે. કોરોના પર એક સારા સમાચાર એ મળી રહ્યા છે કે ભારતમાં કોરોનાના કેસનો ડબલિંગ ટાઈમ (Corona case doubling time) વધીને 70.4 દિવસનો થયો છે.
India reports a spike of 67,708 new #COVID19 cases & 680 deaths in the last 24 hours.
Total case tally stands at 73,07,098 including 8,12,390 active cases, 63,83,442 cured/discharged/migrated cases & 1,11,266 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/a3tEOsM8Zs
— ANI (@ANI) October 15, 2020
કુલ 11,36,183 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 11,36,183 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 9,12,26,305 સેમ્પલ ગઈ કાલે એટલે કે 14 ઓક્ટોબરના રોજ ટેસ્ટિંગ થયા હતાં.
11,36,183 samples were tested for #COVID19 yesterday. Total 9,12,26,305 samples tested in the country up to October 14: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/oziYR59z9l
— ANI (@ANI) October 15, 2020
કોરોનાના કેસનો ડબલિંગ ટાઈમ વધ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં કોરોનાના કેસનો ડબલિંગ ટાઈમ વધીને 70.4 દિવસનો થયો છે. ઓગસ્ટના મધ્યમાં તે 25.5 દિવસનો હતો. જેનાથી સ્પષ્ટ થાય છે કે હવે રોજેરોજ આવતા નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ દેશે કોરોનાની બીજી રસીને આપી મંજૂરી
કોરોના વાયરસ (Corona Virus) મહામારીના વધતા પ્રકોપ વચ્ચે રશિયા (Russia) થી એક સારા સમાચાર આવ્યા છે. રશિયાએ પોતાની બીજી કોરોના વાયરસ રસી (Second Corona Virus Vaccine) રજિસ્ટર્ડ કરી છે. રશિયાની બીજી રસીનું નામ EpiVacCorona છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયાએ કોરોના વાયરસની પહેલી રસી Sputnik-Vને મંજૂરી આપી હતી. જે દુનિયાભરમાં કોવિડ-19ની પ્રથમ રસી છે.
India's doubling time has sharply increased to 70.4 days (it was 25.5 days in mid-August). This indicates a substantial fall in the daily new cases and the consequent increase in time taken to double the total cases: Ministry of Health pic.twitter.com/LjRfiH9QiR
— ANI (@ANI) October 15, 2020
રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત
રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને(Vladimir Putin) બુધવારે કેબિનેટ સભ્યો સાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આ જાહેરાત કરી. વ્લાદિમિર પુતિને કહ્યું કે, "મારી પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે આજે કોરોના વાયરસની બીજી રશિયન રસી રજિસ્ટર્ડ કરી છે." તેમણે કહ્યું કે, "આપણે પહેલી અને બીજી રસીના ઉત્પાદનને વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને રસીને વિદેશમાં પણ પ્રોત્સાહન આપીશું."
ત્રીજા તબક્કાનું પરીક્ષણ બાકી
રશિયાએ EpiVacCorona રસીનું નિર્માણ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી)માં કર્યું છે. આ રસીએ સપ્ટેમ્બરમાં પોતાના પ્રાથમિક તબક્કાના માનવ પરીક્ષણને પૂરું કર્યું હતું અને માનવ પરીક્ષણના પરીણામોને પ્રકાશિત કરવાના હજુ બાકી છે. આ બાજુ વેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી.
સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ
રશિયન સરકારે જણાવ્યું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે બીજી કોરોના વાયરસ રસી EpiVacCorona રજિસ્ટર્ડ કરી છે. પહેલી રસી Sputnik- V થી અલગ આ રસી સિન્થેટીક વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરીને એક એન્ટીબોડી પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે, જ્યારે સ્પુતનિક વી અનુકૂલિત Adenovirus Strainsનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે