Congress Controversial Statement On PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. કર્ણાટક ચૂંટણીમાં ખડગેએ પીએમ મોદીની સરખામણી ઝેરીલા સાપ સાથે કરી હતી. જે બાદ ભાજપે મોરચો ખોલ્યો છે. ભાજપ દ્વારા એક યાદી જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસીઓએ પીએમ મોદીને 91 અપશબ્દો આપ્યા છે. આ યાદીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ, મણિશંકર ઐયરના નામ પણ સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીને ગાળો આપવાની પ્રક્રિયા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પછી શરૂ થઈ હતી. વર્ષ 2007માં સોનિયાએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. આ પછી વર્ષ 2009માં બીકે હરિપ્રસાદે નરેન્દ્ર મોદીને ગંદા નાળાનો કીડો ગણાવ્યા હતા. રિઝવાન ઉસ્માનીએ આ વર્ષે પીએમ મોદીને બદતમીઝ અને નાલાયક દીકરો ગણાવ્યા હતા. જણાવી દઈએ કે તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.


મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

 
કોંગ્રેસીઓએ મોદીને શું કહ્યું?
જયરામ રમેશે ભસ્માસુર , બેની પ્રસાદ વર્માએ પાગલ કૂતરા સાથે સરખામણી કરી હતી. મનિષ તિવારીએ દાઉદ ઈબ્રાહિમ  અને મણી શંકર ઐયરે ની*** આદમી, સાંપ, વીંછી તો દિગ્વિજય સિંહે મોદીને રાવણ સુધી કહ્યાં છે.  આ સિવાય પ્રિયંકા ગાંધીએ દુર્યોધન તો કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ મોદીની સરખામણી ઓસામા, મસૂદ, દાઉદ અને આઈએસઆઈ સાથે કરી છે. પવન ખેડાએ હાલમાં જ મોદીના પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. ગૌરવ બલ્લભ રંગા-બિલ્લા બોલી ચૂક્યા છે.


ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી
 
મોદી વધુ મજબૂત બન્યા
કૉંગ્રેસના નેતાઓએ નરેન્દ્ર મોદીને જેટલા અપશબ્દો આપ્યા તેટલા વધુ શક્તિશાળી બનીને તેઓ ઉભરી આવ્યા છે. 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને 'મોતના સોદાગર' કહ્યા હતા. વર્ષ 2014માં કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે મોદીને ચાવાળો કહીને તેમની મજાક ઉડાવી હતી. 2019માં રાહુલ ગાંધીએ ચોર કહ્યા હતા. પરિણામે કોંગ્રેસને કેન્દ્રમાં વિપક્ષમાં બેસવા માટે પણ બેઠકો મળી નહોતી.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube