Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

How to Repair a unctured tyre: આજે અમે તમને બતાવીશું કે જો તમારું ટાર બરાબર છે તો પણ તેમાથી હવા નિકળવાનું કારણ શું હોઈ શકે છે. સાથે જ સમસ્યા દૂર કરવા કેટલો ખર્ચ થશે તેની જાણકારી આપીશું. 

Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

Car Tips and Tricks: ઘણી વખત તમે જોયું હશે કે ટાયરમાં વગર પંચરે હવા ઝડપથી નિકળવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો મુશ્કેલી કઈ અલગ હોઈ શકે છે. લોકોને લાગે છે કે તેમનું ટાયર ખરાબ થઈ ચુક્યું છે. તે માટે આમ થઈ રહ્યું છે. 

આજે અમે તમને બતાવીશું કે જો તમારું ટાર બરાબર છે તો પણ તેમાથી હવા નિકળવાનું કારણ શું હોઈ શકે છે. સાથે જ સમસ્યા દૂર કરવા કેટલો ખર્ચ થશે તેની જાણકારી આપીશું. 

ટાયરમાંથી કેમ નિકળે છે હવા
ઘસારાના કારણે ટાયરની રિંગ અને ટાયર વચ્ચે ગેપ પડી જાય છે જેથી થોડી થોડી હવા ટાયરમાંથી નિકળ્યા કરે છે. મહત્વનું છે કે આ બન્ને વચ્ચે પડેલી ગેપનો અંદાજો સરળતાથી લગાવી શકાતો નથી. તમે જ્યારે પણ હવા ભરાવશો ત્યારે એકદમ તરત જ હવા નહીં જાય 3થી 4 દિવસ કે અઠવાડિયામાં હવા નિકળશે માટે ટાયરમાં આ પ્રકારની સમસ્યા છે તે ઝડપથી જાણી શકાતું નથી. 

સમસ્યાને દૂર કરવાનો ખર્ચ કેટલો?
ઘણી વખત મિકેનિક પણ આ સમસ્યાને સમજી શકતા નથી. તમે પોતે જ સાબૂના પાણીમાં મીલાવીને તેનું પાણી ટાયરની રિંગ અને ટાયરના કોન્ટેક્ટ પર નાખતા જાઓ. તમને જોવા મળશે કે જ્યાં ગેપ હશે ત્યાં પાણીના પરપોટા થશે. આ સમસ્યા જઈને મીકેનિરને સમજાવો અને ગેપ બતાવો મીકેનિક આ સમસ્યાને 200થી 300 રૂપિયામાં ઠીક કરી આપશે. 

આ સમસ્યા નાની છે પરંતુ જાણકારી ના હોવાના કારણે તમને મોંઘુ પડી શકે છે. ઘણી વખત મીકેનિક પણ આ સમસ્યાને સમજી શકતા નથી જેથી ટાયર બદલવાની સલાહ આપે છે જેનો ખર્ચ તમને ખૂબ મોંઘો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news