લખનઉ: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી (UP Eleciton 2022) માટે કોંગ્રેસે કમર કસી છે અને તેના માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોરચો પોતાના હાથમાં લીધો છે. યૂપી ચૂંટણી પહેલાં કોંગ્રેસે મહિલાઓ માટે એક અલગ ચૂંટણી ઢંઢેરો (Congress Manifesto for UP Election) તૈયાર કર્યો છે. તેને જાણકારી પ્રિયંકા ગાંધીએ ટ્વિટર દ્વારા આપી અને જાહેરાતોની જાહેરાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 સિલિન્ડર મફત આપવામાં આવશે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ ટ્વીટ કરીને કહ્યું 'ઉત્તર પ્રદેશની મારી પ્રિય બહેનો, તમારો દરેક દિવસ સંઘર્ષોથી ભરેલો રહે છે, કોંગ્રેસ પાર્ટી તેને સમજે છે તમારા માટે એક અલગથી ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર રચાતા વર્ષમાં 3 સિલિન્ડર મફત આપવામાં આવશે. પ્રદેશની સરકારી બસોમાં મહિલાઓ માટે યાત્રા મફત હશે. 

Diwali પહેલાં મોંઘવારીનો ભાર, આટલા રૂપિયા વધી LPG ના ભાવ


મહિલાઓ માટે કોંગ્રેસની જાહેરાતો
પ્રિયંકા ગાંધીએ બીજા ટ્વીટમાં જણાવ્યું કે આશા અને આંગણવાડીની મારી બહેનોને દર મહિને 10 હજાર રૂપિયા મળશે. નવા સરકારી પદો પર અનામતની જોગવાઇ અનુસાર 40 ટકા પદો પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવશે. વૃદ્ધા વિધવા પેંશન 1000 રૂપિયા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશની ધરતીની વીરાંગનાઓ નામ પર પ્રદેશભરમાં 75 દક્ષતા વિદ્યાલય ખુલી જશે. વિદ્યાલય ખોલવામાં આવશે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ જણાવ્યુંક એ કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકીટ મહિલાઓને આપશે. વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube