બાલકોટ: સિદ્ધુનો વ્યંગ 48 સેટેલાઇટ છે છતા સરકારને ખબર નથી ક્યાં ઝાડ ક્યાં ઇમારત
એરસ્ટ્રાઇકમાં મરાયેલા 300 આતંકવાદીઓ અંગે સિદ્ધુએ કહ્યું કે, ત્યાં શું સરકાર માટે ઝાડ ઉખાડવા માટે ગઇ હતી
નવી દિલ્હી : બાલકોટ હુમલાની સફળતા અંગે સવાલ ઉઠાવી ચુકેલ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કેન્દ્ર સરકાર પર ફરી એકવાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સિદ્ધુએ રાફેલ, આતંકવાદી હુમલા, ગુપ્ત ચુકનો હવાલો ટાંકતા પુછ્યું કે શું દેશ સાચે જ આ સમયે સુરક્ષીત હાથોમાં છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, દેશમાં 48 સેટેલાઇટ છે પરંતુ સરકારને ખબર નથી ક્યાં ઝાડ છે અને કયો ઢાંચો.
માત્ર 50 હજાર રૂપિયા માટે 16 વર્ષનાં કિશોરે સેંકડો લોકોના જીવ ત્રાજવે નાખ્યા
આ અગાઉ પણ સિદ્ધુ એ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી ચુક્યા છે. 4 માર્ચના રોજ સિદ્ધુએ ટ્વીટ કરીને પુછ્યું હતું કે, શું એરસ્ટ્રાઇકમાં 300 આતંકવાદીઓ મર્યા હતા કે નહી, જો નહી તો શું તેનો અર્થ છે કે ત્યાં માત્ર ઝાડ જ ઉખડેલા પડ્યા હતા. નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયની આકરી ટીકા કરનારા પંજાબ સરકારના મંત્રીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, વિશ્વનાં સૌથી મોટા ડિફેન્સ ડીલની ફાઇનલ ગુમ થઇ ગઇ. ગુપ્ત ચુકનાં કારણે 40 જવાનોને શહાદત કરવી પડી.
જે યુદ્ધવીર હોય છે તેઓ મરાયેલા લોકોની ગણત્રી નથી કરતા: ગૃહમંત્રી રાજનાથ સિંહ
1708 આતંકવાદી ઘટના થઇ, 48 સેટેલાઇટ છે પરંતુ સરકાર ઝાડ અને ઢાંચા વચ્ચે અંતર નથી કરી શકી. આ રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર ખતરો છે. સિદ્ધુએ ટ્વીટને શું દેશ સુરક્ષીત હાથોમાં છેનો ટેગ પણ આપ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ આ ટ્વીટની સાથે રોયટર્સનાં તે રિપોર્ટનાં સ્ક્રીન શોટ પણ લગાવ્યા જેમાં સેટેલાઇટ ઇમેજનાં હવાલાથી કહેવાયું કે બાલાકોટમાં જે સ્થળ પર ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો અને ત્યાં મદરેસાની ઇમારત હજી પણ ઉભેલી છે.